145th Rath yatra start with jal yatra 2022

145th Rath yatra start with jalayatra 2022: ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાનો જળયાત્રા સાથે શુભારંભ, ભગવાન આજથી 15 દિવસ સરસપુર ખાતે મોસાળની મહેમાનગતી માણશે

145th Rath yatra start with jalayatra 2022: સરસપુરના રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટી મંડળના જણાવ્યા પ્રમાણે આજે સરસપુર ખાતે સાંજે 5:00 કલાકે આંબેડકર હોલથી ભવ્ય શોભાયાત્રા સાથે ભગવાનને મોસાળમાં લાવવામાં આવશે

અમદાવાદ, 14 જૂનઃ 145th Rath yatra start with jalayatra: 2022ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા માટે અવળી ગણતરીનો પ્રારંભ થઇ ગયો છે. આજે જેઠ સુદ પૂનમ  છે ત્યારે જળયાત્રા યોજાઈ છે અને ભગવાન જગન્નાથજીના અતિવિશિષ્ટ ગજવેશ શણગારના દર્શન થયા છે.  જેના પગલે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. 25જૂનના મામેરું જ્યારે 1 જુલાઇના રથયાત્રા યોજાશે. 

આજે સવારે 8 કલાકે જગન્નાથજી મંદિરેથી શોભાયાત્રા સાબરમતી નદીના સોમનાથ ભૂદરનાં આરે ગંગાપૂજન કરવા નીકળી હતી. પૂજન બાદ નદીએથી 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવી ભગવાન જગન્નાથજીની ષોડસોપચાર પૂજન વિધિ કરી મહાજલાભિષેક કરવામાં આવ્યો હતો. સવારે 8:2૦ કલાકે ગંગાપૂજન વિધિ, સવારે 10:00 કલાકે મહાજલાભિષેક, સવારે 11:00 કલાકે ગજવેજ દર્શન બાદ બપોરે 12:00 કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. બળદગાડા, હાથી અને બેન્ડવાજા સાથે આ જળયાત્રા યોજાવવાની છે. બે વર્ષમાં પ્રથમવાર જળયાત્રામાં ભક્તો પણ જોડાશે. 

આ પણ વાંચોઃ Finally Govinda Ends The Cold War: આખરે મામા-ભાણીયા વચ્ચેના મતભેદો દૂર થયા, આ રીતે ગોવિંદાએ ભાણીયાને માફ કર્યો

જળયાત્રામાં મહામંડલેશ્વર મહંત દિલીપદાસજી, ગુરુરામેશ્વરદાસજી, મુખ્ય અતિથિ તરીકે ડાકોરના મંગળપીઠાધીશ ગાદ્યાચાર્ય માધવાચાર્યજી મહારાજ અન્ય સાધુ સંતો તેમજ અતિથિ વિશેષ તરીકે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અન્ય ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી, ભાઇ બળદેવજી સરસપુર ખાતે 15 દિવસ માટે મોસાળમાં જશે અને ત્યારે નિજ મંદિર ખાતે વિગ્રહના દર્શન નહીં થાય.સરસપુરના રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટી મંડળના જણાવ્યા પ્રમાણે આજે સરસપુર ખાતે સાંજે 5:00 કલાકે આંબેડકર હોલથી ભવ્ય શોભાયાત્રા સાથે ભગવાનને મોસાળમાં લાવવામાં આવશે. આગામી 14 થી 29 જૂન સાંજે 5 થી 7 વિવિધ ભક્ત મંડળ દ્વારા ભજન યોજાશે. 

જળયાત્રા: આજનો કાર્યક્રમ

  • સવારે 8:00 કલાકે શોભાયાત્રાનો પ્રારંભ
  • સવારે 8:30 કલાકે ગંગાપૂજન વિધિ
  • સવારે 10:00 કલાકે મહાજલાભિષેક
  • સવારે 11:00 કલાકે ગજવેજ દર્શન
  • બપોરે 12:00 કલાકે મહાપ્રસાદ
  • સાંજે 5:00 કલાકે સરસપુર ખાતે શોભાયાત્રા
  • સાંજે 5:30 કલાકે ભગવાનનું મોસાળમાં આગમન

આ પણ વાંચોઃ Internet Explorer to shut down: 27 વર્ષ બાદ બંધ થશે માઈક્રોસોફ્ટ Internet Explorer- વાંચો શું છે બંધ થવાનું કારણ?

Gujarati banner 01