Banner Surendra Pandya 1

આજનું રાશિ ભવિષ્યઃ આ રાશિની આર્થિક સમસ્યા દૂર થતી જણાશે!

Banner Surendra Pandya 1

જ્યોતિષ ડેસ્ક, 28 ડિસેમ્બરઃ આજે રોહીણી નક્ષત્ર અને ગુજરાતી તિથિ ચૌદશ અને સોમવારે અમ્રુત સિધ્ધિ યોગ સાથે રવિ યોગ પણ છે. તા.૧૫/૧૨/૨૦૨૦ થી ધનારક કમુર્તા શરૂ થઈ ગયા છે અને તા.૧૪/૦૧/૨૦૨૧ ના રોજ પુરા થાય છે.

મેષ (અ-લ-ઈ) : આર્થિક બાબતમાં આજ સારો સાબિત થાય. બાન્ધકામ- કેમિકલ- ઈલેક્ટ્રોનિક વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે સમય સારો રહે. આ વ્યવસાય મંગળનો વ્યવસાય કહેવાય.

વૃષભ (બ-વ-ઉ) : વિદેશ સાથે કામ કરતા લોકો એ ખાસ જાળવવું. આર્થિક મુશ્કેલીઓ દુર થાય. લોન મંજુર કરાવવા માટે આજનો દિવસ સારો રહે.પરિવારમાં સુમેળ રહે તથા સાથ સહકાર મળી રહે.

whatsapp banner 1

મિથુન (ક-છ-ધ) : દામ્પત્ય જીવનમાં કલહ તથા છુટાછેડા ના બનાવો બને. કોર્ટ કેસના કામકાજમાં વકીલ તથા જજ સાથે બોલવામાં જાળવવું. જો મોડી સાંજ પછી બધુ સારૂ લાગે. થોડા દિવસ થી ધરવાળા સાથે ચાલુ આબોલા દુર થાય.

કર્ક (ડ-હ) : વૈવાહિક જીવન સુમેળ ભર્યું રહે. મહત્વનાં કામોમાં સફળતા મળે. બાળકો માટે આજનો દિવસ સારો રહે. મિત્રો થી જાળવવું તથા વ્યસન કરતા લોકોનો ખ્યાલ રાખવો અને રીસ્પોન્સ ન આપવો.

સિંહ (મ-ટ) : ઉપરી અધિકારીઓથી લાભ મળે અને પ્રમોશન મળવાનો બેઝ તૈયાર થાય. લોખંડ તથા વાહન સાથે જોડાયેલા લોકોને માટે સમય નબળો તથા પાણી તથા રાજકારણમાં પડેલા લોકો માટે સમય સારો.

કન્યા (પ-ઠ-ણ) : ટુર અને ટ્રાવેલ સાથે જોડાયેલા લોકો માટે લાભકારી તથા વિવાહ યોગ્ય બાળકો માટે પણ દિવસ સારો. પોલીસ તથા સરકારી કર્મચારીઓ માટે સમય કષ્ટપ્રદ

તુલા (ર-ત) : કારણ વીનાની ચીન્તા રહે. કૌટુંબિક સમસ્યાથી પીડાતા લોકો માટે દિવસ સારો અને આશાસ્પદ. આજે ધર્મકાર્ય થાય. પ્રેમ પ્રકરણમાં ફસાયેલા લોકો માટે મુશ્કેલી વાળો સમય.

વૃશ્ચિક (ન-ય) : આપની યાત્રા પ્રવાસ ને લગતી મહેચ્છાઓ પુર્ણ થાય. ધંધાદારી પ્રવાસ સફળ બને અને જુની રકમ દેવાદારો તરફથી પાછી મળે. વિદેશને લગતી બાબતોમાં સફળતા મળે.

ધન (ભ-ધ-ફ) : વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકુળ રહે. દિવસ આ રાશીના લોકો માટે સતત કાર્યશીલ રખાવે. જો કે થોડાધણા વિધ્નો પછી સફળતા અપાવે. સાન્જના સમયે ધારેલ કાર્ય પુર્ણ થાય.

whatsapp banner 1

મકર (ખ-જ) : આવકના નવા સ્રોત નો બેઝ તૈયાર થાય. મિત્રો તથા પરિવાર નો સાથ સહકાર મળે. પરિવાર માં તેમ જ ધર્મકાર્ય મા ખર્ચાઓ આજના દિવસે ખુબ કરાવે. સારા સમાચાર પણ મળી શકે.

કુંભ (ગ-શ-સ) : મોટા રોકાણો કરવામાં ખ્યાલ રાખવો. જો કે પત્ની બાળકોના નામે કરેલ રોકાણ લાભકારક નીવડે. નોકરીમાં કલીગ્ઝ સાથે તથા ધંધામાં ભાગીદાર સાથે વર્તનમાં ખ્યાલ રાખવો.

મીન (દ-ચ-ઝ-થ) : કૌટુંબિક બાબતોમાં પરિવાર તથા પત્ની સાથે ગેરસમજ કે ધર્ષણ ન કરાવે તેની તકેદારી રાખવી – વ્યવસાયમાં પરિવાર નો સાથ સહકાર મળે.સંતાનોનાં પ્રશ્નો નુ સોલ્યુશન મળે.

હસ્તરેખાઃ જે લોકોનો પ્રથમ આંગળીનો ત્રીજો ભાગ પ્રથમ તથા બીજા કરતાં મોટો હોય તો આવા લોકો ખુબ જ અભિમાની હોય છે. અને જેનો નાનો હોય તેવા લોકો સરળ હોય છે.

કોઈ પ્રશ્નો હોય તો નીચેના નંબર પર પુછી શકો છો…૯૪૨૯૮૯૩૨૫૯

આ પણ વાંચો…

હેલ્થ ટિપ્સ: શિયાળાની સિઝનમાં રોજ કરો લસણનું સેવન, ઠંડીમાં મળશે રાહત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *