36th National Games

36th National Games: વડાપ્રધાન આગામી 29 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં 36મી નેશનલ ગેઈમ્સનો પ્રારંભ નરેન્દ્ર મોદી સ્ટેડીયમથી કરાવશે

36th National Games: સીએમ ભૂપેન્દ્ર પટેલે આ 36મી નેશનલ ગેઈમ્સના પ્રારંભ માટેની અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ કર્યુ

અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ 36th National Games: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 29 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં 36મી નેશનલ ગેઈમ્સનો પ્રારંભ નરેન્દ્ર મોદી સ્ટેડીયમથી કરાવવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 36મી નેશનલ ગેઈમ્સના પ્રારંભ માટેની અંતિમ તબક્કાની તૈયારીઓનું નિરીક્ષણ રવિવારે સ્થળ મુલાકાત લઈને કર્યું હતું.


મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી,રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ તૈયારીઓના નિરીક્ષણ પછી સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનો પણ કર્યા હતા.

આ પણ વાંચોઃ Thalatej to Vastral Metro: PM 30 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે

આ પણ વાંચોઃ Guj Govt Accepted 5 Demands: રાજ્ય સરકારના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર માંગણીઓમાં 14માંથી 5 સ્વીકારી- વાંચો સંપૂર્ણ વિગત

Gujarati banner 01