BJP Leader was Suspended

BJP Leader was Suspended: ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યા થયા સસ્પેન્ડ, વાંચો વિગત

BJP Leader was Suspended: સસ્પેન્ડ કરવા મામલે ડો. જ્યોતિબેન પંડ્યાએ નારાજગી વ્યક્ત કરી

અમદાવાદ, 14 માર્ચઃ BJP Leader was Suspended: લોકસભા ચૂંટણીની ટૂંક સમયમાં જાહેરાત થવાની છે, ત્યારે તમામ પક્ષોએ પોતાની તૈયારી કરી દીધી છે. આ દરમિયાન ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

image 21

ભાજપ કેન્દ્રિય નેતૃત્વ તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલજીની સૂચનાથી ડોક્ટર જયોતિબેન પંડ્યાને પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. જો કે, તેમન સસ્પેન્ડ કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

આ પણ વાંચોઃ 6 Days Ropeway will be Closed Pavagadh: પાવાગઢમાં 6 દિવસ રોપ વે સેવા બંધ રહેશે, જાણી લો આ છે તારીખ- વાંચો વિગત

સસ્પેન્ડ કરવા મામલે પ્રતિક્રિયા આપતા ડો. જ્યોતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, ‘રંજનબેન ભટ્ટના કારણે ઘણાં કાર્યકરો દુઃખી છે, તેમના કાર્યકાળમાં વડોદરાનો વિકાસ રૂંધાઈ ગયો છે. રંજનબેનને ત્રીજી વખત ટિકિટ આપવાની પક્ષની એવી કઈ મજબૂરી હશે કે ખ્યાલ નથી.’ મહત્ત્વનું છે કે રંજનબેન ભટ્ટને વડોદરા બેઠક પર લોકસભા માટે સતત ત્રીજી વખત ટિકિટ અપાતા જ્યોતિબેન નારાજ દેખાઈ રહ્યા છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો