965617 main

67th National film awardsની થઇ જાહેરાત, આ અભિનેત્રીએ મેળવ્યો ચોથો નેશનલ એવોર્ડ- જુઓ કોણે કોણે મેળવ્યો એવોર્ડ

67th National film awards

બોલિવુડ ડેસ્ક, 22 માર્ચઃ આજે એટલે કે 22 માર્ચના રોજ દિલ્હીખાતે 67મા નેશનલ ફિલ્મ અવોર્ડ(67th National film awards)ની જાહેરાત કરવામાં આવી હતી. કોરોનાને કારણે આ સેરેમની એક વર્ષ મોડી થઈ હતી. નેશનલ મીડિયા સેન્ટરમાં અવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. 2019માં બનેલી ફિલ્મ માટે એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, એવોર્ડ(67th National film awards) સેરેમનીમાં 1 જાન્યુઆરી, 2019થી 31 ડિસેમ્બર, 2019 સુધીની ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને સર્ટિફાઈડ કરેલી છે. એવોર્ડ માટે અંતિમ એન્ટ્રી 17 ફેબ્રુઆરી, 2020 હતી. આ સેરેમની ગયા વર્ષે થવાની હતી. જોકે, કોરોનાને કારણે આ વર્ષે થઈ રહી છે. સુશાંતની ફિલ્મ ‘છિછોરે’ને બેસ્ટ હિંદી ફિલ્મનો નેશનલ અવોર્ડ(67th National film awards) આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 14 જૂનના રોજ સુશાંત પોતાના ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

ADVT Dental Titanium

વિનર લિસ્ટઃ
મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટઃ સિક્કિમ
બેસ્ટ બુક ઓન સિનેમાઃ અ ગાંધીયન અફેરઃ ઈન્ડિયાઝ કુરિયસ પોટ્રેયલ ઓફ લવ ઈન સિનેમા, લેખક સંજય સૂરી
બેસ્ટ ક્રિટિકઃ સોહિની ચટ્ટોપાધ્યાય

નોન ફીચર ફિલ્મ કેટેગરી
બેસ્ટ નેરેશનઃ વાઈલ્ડ કર્ણાટક, સર ડેવિડ એટેનબરો
બેસ્ટ એડિટિંગઃ શટ અપ સોના, અર્જુન ગોરીસરિયા
બેસ્ટ ઓડિયોગ્રાફીઃ રાધા (મ્યુઝિકલ)
બેસ્ટ શોર્ટ ફિક્શન ફિલ્મઃ કસ્ટડી
બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઈશ્યૂઃ હોલી રાઈટ્સ (હિંદી), લાડલી (હિંદી)
બેસ્ટ ઈન્વેસ્ટિગેશન ફિલ્મઃ જક્કાલ
બેસ્ટ એજ્યુકેશનલ ફિલ્મઃ એપ્પલ એન્ડ ઓરેન્જ
બેસ્ટ એન્વાયરમેન્ટ ફિલ્મઃધ સ્ટ્રોક સેવિયર્સ
બેસ્ટ પ્રમોશનલ ફિલ્મઃ ધ શોવર
બેસ્ટ આર્ટ્સ એન્ડ કલ્ચર ફિલ્મઃ શ્રીક્ષેત્ર-રૂ-સહિજાતા
બેસ્ટ ડેબ્યૂ નોન ફીચર ફિલ્મ ઓફ ધ ડિરેક્ટરઃ ખિસા
બેસ્ટ નોન ફીચર ફિલ્મ: એન એન્જિનિયર ડ્રીમફીચર

Whatsapp Join Banner Guj

ફીચર ફિલ્મ કેટેગરીઃ
બેસ્ટ હિન્દી ફિલ્મઃ છિછોરે
સ્પેશિયલ મેન્શન અવોર્ડઃ બિરિયાની (મલયાલમ), જોનકી પરુઆ (અસમી), લતા ભગવાન કરે (મરાઠી), પિકાસો (મરાઠી)
બેસ્ટ કોરિયોગ્રાફીઃ મહર્ષિ
બેસ્ટ મ્યૂઝિક ડિરેક્શનઃ જયેષ્ઠોપુત્રો
બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટઃ હેલેન
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ આનંદી ગોપાલ
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનરઃમરક્કર-અરાબિકદાલિનતે-સિમ્હામ(મલયાલમ)

બેસ્ટ સ્ટંટઃ અવાને શ્રીમાન નારાયણ
બેસ્ટ લિરિક્સઃ કોલામ્બી
બેસ્ટ એડિટિંગઃ જર્સી
બેસ્ટ ઓડિયોગ્રાફીઃ લેવદૂહ
બેસ્ટ ઓટોબાયોગ્રાફીઃ ખાસી
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેઃ જ્યેષ્ઠોપુત્રી
બેસ્ટ એડોપ્ટેડ સ્ક્રીનપ્લેઃ ગુમનામી
બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ જલિકટ્ટુ
બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગરઃ બાર્ડો
બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ કેસરી, તેરી મિટ્ટી
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ પલ્લવી જોષી (ધ તાશકંદ ફાઈલ્સ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ વિજય સેથુપથી (સુપર ડિલક્સ)
બેસ્ટ એક્ટરઃ મનોજ વાઈપેઈ (ભોસલે) ધનુષ (અસુરન)
બેસ્ટ એક્ટ્રેસઃ કંગના રનૌત (મણિકર્ણિકા, પંગા)
બેસ્ટ ડિરેક્શનઃ સંજય પૂરણ સિંહ (બહત્તર હૂરેં)
બેસ્ટ ફીચર ફિલ્મઃ મરક્કન લાયન ઓફ ધ અરેબિયન સી
બેસ્ટ ચિલ્ડ્રન્સ ફિલ્મઃ કસ્તૂરી
બેસ્ટ ફિલ્મ ઓન એન્વાયરમેન્ટ કન્વર્ઝેશનઃ વોટર બુરિયલ
ઈન્ડિરા ગાંધી અવોર્ડ ફોર બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ઓફ અ ડિરેક્ટરઃ હેલન

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

વિધાનસભા સત્ર(Gujarat VidhanSabha satra)માં અચાનક જ નાયબ મુખ્યમંત્રીએ કહ્યું- રાજીનામુ આપવા તૈયાર છું.. શા માટે આમ કહેવું પડ્યું?- વાંચો સંપૂર્ણ અહેવાલ