72 Cotton Buying Centers Opened in Guj: કપાસની ખરીદીની કામગીરી હાથ ધરવા ગુજરાત રાજ્યમાં 72 ખરીદ કેંદ્રો ખુલ્યા

72 Cotton Buying Centers Opened in Guj: નજીકના ખરીદ કેંદ્રો વગેરે વિષેની વિશેની વધુ વિગતો માટે, ખેડૂતો નિગમની વેબસાઈટ જોઈ શકે છે

અમદાવાદ, 07 નવેમ્બરઃ 72 Cotton Buying Centers Opened in Guj: 1 લી ઓક્ટોબરથી કપાસની સીઝન 2023-24 શરુ થઇ ગઈ છે. વધુમાં, કપાસમાં ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) હેઠળ કપાસની ખરીદીની કામગીરી હાથ ધરવા માટે કેન્દ્રીય નોડલ એજન્સી હોવાને કારણે અમદાવાદ અને રાજકોટ શાખાના અધિકાર ક્ષેત્રમાં ગુજરાત રાજ્યમાં 72 ખરીદ કેંદ્રો ખોલ્યા છે, 

ગુણવત્તા મુજબના ન્યૂનતમ ટેકાના દર (MSP Rates), નજીકના ખરીદ કેંદ્રો વગેરે વિષેની વિશેની વધુ વિગતો માટે, ખેડૂતો નિગમની (CCI) વેબસાઈટ www.cotcorp.org.in જોઈ શકે છે અથવા મોબાઈલ એપ્લિકેશન ” કોટ-એલી “ ડાઉનલોડ કરી શકે છે.

હાલમાં મોટાભાગના માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP)થી ઉપર પ્રવર્તે છે, જયારે પણ કપાસના દર ન્યૂનતમ ટેકાના ભાવ ને સ્પર્શે ત્યારે સીસીઆઇ દ્વારા ખેડૂતો પાસેથી ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) પર કપાસની ખરીદી કરવા માટે તમામ ખરીદ કેંદ્રો પર પૂરતી વ્યવસ્થા કરી રાખેલ છે.

વધુમાં સીસીઆઇ કપાસના તમામ ખેડૂતોને ખાતરી આપે છે કે જયારે પણ વ્યાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) કપાસના ભાવ ન્યૂનતમ ટેકાના ભાવ (MSP)ના સ્તરને સ્પર્શે ત્યારે તે ટેકાના ભાવ પર કપાસની ખરીદી માટે ખરીદ કેન્દ્રો પર હાજર રહેશે.

ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને, સીસીઆઇ તમામ કપાસના ખેડૂતોને અપીલ કરે છે કે તેઓ કોઈપણ ગભરાટની સ્થિતિમાં ન રહે અને વ્યાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) ગ્રેડના કપાસને એમ એસ.પી.ના ભાવથી નીચે ન વેચે.

આ પણ વાંચો… Vadodara-Gorakhpur Special Train: પશ્ચિમ રેલવે વડોદરાથી આ રૂટો વચ્ચે દોડાવશે તહેવાર વિશેષ ટ્રેનો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો