IMG 8224 1 scaled

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રીસોમનાથ મંદિર ખાતે મકરસંક્રાંતિ પર્વ નિમિતે વિશેષ પૂજા કરવામાં આવી

IMG 8224

સોમનાથ, 15 જાન્યુઆરીઃ પોષ સુદ એકમ એટલે કે 14 જાન્યુઆરીના રોજ શ્રી સોમનાથ તીર્થધામમાં મકરસંક્રાંતી ની વિશેષ ઉજવણી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ. જેમનો પુણ્યકાળ સુર્યોદય થી સુર્યાસ્ત સુધી રહેશે. જ્યારે સુર્ય મકર રાશીમાં પ્રવેશ કરે છે ત્યારે મકર સંક્રાંતી મનાવવામાં આવે છે. આ જ્યોતિની ભૂમી એટલે પ્રભાસક્ષેત્ર અહી અનેક સુર્યના મંદિરો પણ આવેલ છે. સંક્રાંત પર્વ શ્રી સોમનાથ તીર્થ ખાતે સુર્યપૂજા કરવી એ અનેક રીતે પુણ્યદાયી માનવામાં આવે છે.

Whatsapp Join Banner Guj

શ્રી સોમનાથ મંદિર ખાતે મકરસંક્રાંતી પર્વ નિમિતે સવારે 08:00 કલાકે સુર્ય પૂજન, સવારે 09:00 કલાકે ગૌપૂજન શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલમેનેજરશ્રી દ્વારા કરવામાં આવેલ, ઓનલાઇન ગૌપૂજા પણ યજામાનો એ કરેલી હતી, 06 જેટવી ગીરગાયનું દાન શ્રી સોમનાથ ટ્રસ્ટને મળેલુ હતુ, જે 06 ગાયોને યજમાન પરિવારોએ દતક લીધેલ હતી. તેમજ સોમનાથ મહાદેવને મધ્યાહન પૂજનમાં તલથી અભિષેક કરવામાં આવેલ. શ્રી સોમનાથ મહાદેવને સાંજના વિશેષ તલનો શ્રુંગાર કરવામાં આવશે. તીર્થ સ્થળમાં મકરસંક્રાંતીના દિવસે જપ,તપ,દાન તથા તીર્થસ્નાન એવં પૂજનનું વિશેષ માહાત્મ્ય છે.

આ પણ વાંચો…

સૌથી મોટુ બિઝનેસ ફેમિલીઃ અંબાણી પરિવાર પહેલા પરથી ત્રીજા સ્થાને આવ્યું, જાણો પહેલા નંબરે આ છે ફેમિલી