Aam Aadmi Party Training Program

Aam Aadmi Party Training Program: આગામી ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ‘આપ’એ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કર્યું

Aam Aadmi Party Training Program: આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી બૂથ લેવલે એજન્ટની નિયુક્તિ કરશે

અમદાવાદ, 07 ઓક્ટોબરઃ Aam Aadmi Party Training Program: આમ આદમી પાર્ટી આગામી નગરપાલિકા અને લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં કરી રહી છે. વિધાનસભા ચૂંટણી બાદ પણ આમ આદમી પાર્ટી વધુને વધુ મજબૂત થઈ રહી છે.

આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આજે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ ટ્રેનિંગ કાર્યક્રમમાં દરેક જિલ્લાના પ્રતિનિધિઓ તથા પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ટ્રેનિંગ કાર્યક્રમમાં, આગામી દિવસોમાં દરેક બુથ પર જે મતદારયાદી સુધારણા કાર્યક્રમનું આયોજન થવાનું છે તેના માટે આમ આદમી પાર્ટી બુથ લેવલે એજન્ટની નિમણૂકો કરશે. આ નિમણૂકની પ્રક્રિયા અને નિમણૂક પામેલા પદાધિકારીઓને કરવાના કામોનું ટ્રેનિંગ સેશનનું આજે આયોજન કરવામાં આવ્યું હતું.

આ ટ્રેનિંગ સેશનમાં તમામ મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા. આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી બૂથ લેવલે એજન્ટની નિયુક્તિ કરવા જઈ રહી છે. આ નિયુક્તિ આગામી ચૂંટણીમાં ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવશે. આગામી સમયમાં આમ આદમી પાર્ટી વધુ ટ્રેનિંગ કાર્યક્રમોનું આયોજન કરશે.

વિધાનસભા ચૂંટણી બાદ હાલની પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી પાસે વધુ મોટું સંગઠન છે. જે આવનારી ચૂંટણીઓમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપશે અને ગુજરાતની રાજનીતિમાં ચોક્કસ પરિવર્તન લાવશે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સતત જનતા વચ્ચે જઈને દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે કરેલા કામોનો પ્રચાર પણ કરી રહ્યા છે તથા ગુજરાતના સ્થાનિક મુદ્દાઓ પણ ઉઠાવી રહ્યા છે.

આ તમામ કામોમાં સંગઠનના કાર્યકર્તા તથા બુથ પર કામ કરનાર હોદ્દેદારો ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે અને આગામી સમયમાં વધુ મજબૂતીથી આ કામને આગળ વધારશે.

આ પણ વાંચો… Vadodara Division Employees honored: વડોદરા ડિવિઝનના 11 કર્મચારી ડીઆરએમ એવોર્ડથી સન્માનિત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો