AAP

AAP announced second list of organizations: આમ આદમી પાર્ટી સંગઠનની બીજી યાદી જાહેર કરવામાં આવી, જાણો વિગતે…

AAP announced second list of organizations: આજરોજ પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ સંગઠનની બીજી યાદી મિડિયા સમક્ષ જાહેર કરી

ગાંધીનગર, ૩૦ જૂન: AAP announced second list of organizations: આમ આદમી પાર્ટીના સંગઠનમાં તાજેતરમાં થયેલા ફેરફારના અનુસંધાનમાં છેલ્લા કેટલાય સમયથી સંગઠનની બીજી યાદી તૈયાર કરવામાં આવી રહી હતી. આ જ કડીમાં આજરોજ આમ આદમી પાર્ટી સંગઠનની બીજી યાદી જાહેર કરવામાં આવી છે.

આ યાદી પાર્ટીના પ્રદેશ પ્રભારી ડૉ. સંદિપ પાઠક સાહેબના નેતૃત્વમાં, પ્રદેશ ચુંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવના માર્ગદર્શનથી, પ્રદેશ પ્રમુખ ગોપાલભાઈ ઇટલીયા, રાષ્ટ્રીય જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીજીના સૂચન મુજબ, રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી ઈન્દ્રનીલ રાજગુરુના સહયોગથી તેમજ પાર્ટીના સંસ્થાપક તેમજ ફ્રન્ટલ અધ્યક્ષ કિશોરકાકાના આશીર્વાદથી આજરોજ પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ સંગઠનની બીજી યાદી મિડિયા સમક્ષ જાહેર કરી હતી. 

આ પણ વાંચો: Nal se jal yojna in gujarat: જલ જીવન મિશન અંતર્ગત “નલ સે જલ”ની કામગીરીમાં દેશના મોટા રાજ્યોમાં ગુજરાત અગ્રેસર

આ નવી યાદીમાં પ્રદેશ કક્ષાએ 148, લોકસભા કક્ષાએ 53, જિલ્લા સમિતિમાં 1509 તેમજ વિધાનસભા કક્ષાએ 4488 કાર્યકર્તાઓને જવાબદારી આપીને કુલ-6098 જેટલા પદાધિકારીઓનું વિશાળ સંગઠન જાહેર કર્યું.

Gujarati banner 01