AAP gave 5 guarantees to tribal society

AAP gave 5 guarantees to tribal society: અરવિંદ કેજરીવાલએ આદિવાસી સમાજના કલ્યાણ માટે આદિવાસીઓને 5 ગેરંટીઓ આપી- વાંચો વિગત

AAP gave 5 guarantees to tribal society: ’આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જી 10 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે

વડોદરા, 09 ઓગષ્ટઃ AAP gave 5 guarantees to tribal society: આમ આદમી પાર્ટી ના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી એ વિશ્વ આદિવાસી દિવસ ના અવસર પર આદિવાસીઓના મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, હું દરેક આદિવાસી જે તેમના જળ, જમીન અને જંગલ માટે સંઘર્ષ કરી રહ્યા છે તે સૌને વિશ્વ આદિવાસી દિવસ ની શુભકામનાઓ પાઠવું છું. અરવિંદ કેજરીવાલ એ ભારતમાં પહેલી વાર ગુજરાતમાં છોટાઉદેયપુર બોડેલી માં આવીને આદિવાસી સમાજ માટે જે ગેરંટીઓ આપી છે, મારી વિનંતી છે કે આદિવાસી સમાજ તેના પર ધ્યાન દોરે.

‘પેશા કાનૂન’ જે વર્ષો થી લાગુ કરવાની બસ વાતો જ ચાલી રહી છે, તેને લાગુ કરવાની ગેરંટી અરવિંદ કેજરીવાલ જી એ આદિવાસી સમાજને આપી છે. મારી સૌ આદિવસીઓ થી વિનંતી છે કે, આ વચન ને લઈને જનજાગૃતિ દરેક આદિવાસી સુધી પહોચાડે. ‘પેશા કાનૂન’ અનુસાર નિર્ણય લેવાની શક્તિ ગ્રામસભા પાસે હોય છે. કેમ કે ઘણી આદિવાસી સમાજની જંગલ અને જમીન તેમણે પૂછ્યા વગર જ વેચી દેવામાં આવે છે. પરંતુ ‘પેશા કાનૂન’ હેઠળ આદિવાસીઓ ની ગ્રામસભાની મંજૂરી વગર એક પાંદડું પણ હલાવી શકાતું નથી, અને આદિવાસીઓ ની જળ,જમીન અને જંગલ ઉપર જે આદિવાસીઓ નો કબજો છે તે કાયમી રહેશે.

બંધારણની અનુસૂચિ 5 હેઠળ ઘણા વિસ્તારો આરક્ષિત ઘણાય છે. એમાં ગુજરાતના 13 જિલ્લાના 51 તાલુકામાં 5884 આદિવાસી ગામડાઓનો સમાવેશ થાય છે. અને તે આદિવાસીઓ ઈચ્છે એ કામ ત્યાં થઈ શકે. પરંતુ આ 5884 આદિવાસી ગામડાઓ માં ભાજપ ના લાલચુ નેતાઓના કારણે આદિવાસીઓ ને ત્યાં કોઈ લાભ મળ્યો નથી. ભાજપ ના કારણે આદિવાસી સમાજ ગરીબ જ રહી ગયો.

આ પણ વાંચોઃ Girl jumping from the 7th floor:લગ્ન ન થતા હોવાથી યુવતીએ સાતમાં માળેથી કુદીને જીવન ટૂંકાવ્યુ

એટલે અરવિંદ કેજરીવાલએ આદિવાસી સમાજ ના કલ્યાણ માટે આદિવાસીઓ ને 5 ગેરંટીઓ આપી છે. જેમાં બંધારણની અનુસૂચિ 5 લાગુ કરવામાં આવશે, ‘પેશા કાનૂન’ લાગુ કરવામાં આવશે, જે આદિવાસીઓ ના કાચા મકાન છે એને પાકા મકાન બનાવી આપવામાં આવશે, આ 5 વર્ષ ની અંદર જ તેમના દરેક ગામો ને પાકા રોડ રસ્તાઓ થી જોડી દેવામાં આવશે, આદિવાસી સમાજ ના દરેક ગામડા માં સારી સ્કૂલો બનાવવામાં આવશે, સારા મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવશે, ‘ટ્રાયબલ એડવાઈઝરી કમિટી’ ના ચેરમેન કોઈ આદિવાસી ને જ બનાવવામાં આવશે.

ઈસુદાન ગઢવી એ આગળ કહ્યું કે, મુખ્યમંત્રી જી કહે છે કે તેમણે આદિવાસી સમાજનું ઘણું ભલું કર્યું છે. મારે તેમણે પૂછવું છું કે જો તમે આદિવાસી સમાજનું ભલું કરી રહ્યા છો તો તમે ‘પેશા કાનૂન’ ક્યારે લાગુ કરો છો? અને આદિવાસી વિસ્તાર ની સરકારી સ્કૂલો તમે કોણે પૂછીને બંધ કરી? અને જો તમે બંધારણની અનુસૂચિ 5 લાગુ કરીને આદિવાસીઓ ને સાથે લઈને ચાલ્યા હોત તો આજે આદિવાસીઓ ને દરેક વાતે વિરોધ ન કરવા પડત. આજે પણ આદિવાસી સમાજ ના ગામડાઓમાં સારા હોસ્પિટલો નથી.

બનાસકાંઠા માં લાદુભાઈ ભાજપ આદિવાસી સમાજ ના એક મોટા નેતા છે, તેમણે સ્પષ્ટ પણે આજે નિવેદન કર્યું છે કે દરેક આદિવાસી સમાજ એ ભાજપ ની જગ્યા એ આમ આદમી પાર્ટી ને જ વોટ આપવો. મને આનંદ છે કે ભાજપ ના તે નેતા એ આ નિવેદન મંત્રી ની ઉપસ્થિતિ માં કર્યું છે.

આ પણ વાંચોઃ World Tribal Day: ઝાલોદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી

Gujarati banner 01