Celebrating Tribal Day

Celebrating Tribal Day: અંબાજીથી ઉમરગામ સુધી 14 જેટલા જિલ્લાઓ માં ભારે ઉત્સાહ પૂર્વક આદિવાસી દિવસની ઉજવણી

Celebrating Tribal Day: આજે વિશ્વ આદિવાસી દિવસ ને લઈ આદિવાસી યુવકો દ્વારા વિવિધ રંગા રંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 09 ઓગષ્ટઃ Celebrating Tribal Day: આજે 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી વિસ્તાર ના વિવિધ વિકાસલક્ષી યોજનાઓ સાથે આજે વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે તેમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારના અંબાજીથી ઉમરગામ સુધી 14 જેટલા જિલ્લાઓ માં ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લા નો દાંતા તાલુકો પણ મહત્તમ આદિવાસી વિસ્તાર છે જ્યાં તાલુકા મથકે રાજ્ય ના ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ની અધ્યક્ષતા માં ઉજવણી કરાઈ હતી જેને અર્જુનસિંહ ચૌહાણે દીપ પ્રગટાવી ખુલ્લી મૂકી હતી આજે વિશ્વ આદિવાસી દિવસ ને લઈ આદિવાસી યુવકો દ્વારા વિવિધ રંગા રંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા.

9df52fc4 b5a7 4da7 a603 5c9d9b1a3a64

આ પણ વાંચોઃ AAP gave 5 guarantees to tribal society: અરવિંદ કેજરીવાલએ આદિવાસી સમાજના કલ્યાણ માટે આદિવાસીઓને 5 ગેરંટીઓ આપી- વાંચો વિગત

આ પ્રસંગે શૈક્ષણિક,રમતગમત તેમજ ઈતર પ્રવૃતિઓ માં આદિવાસી યુવક યુવતીઓ એ સારા દેખાવો કર્યા હોય તેમને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા જયારે વનબંધુ કલ્યાણ હેઠળ ના લાભાર્થીઓ ને વિવિધ કીટ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું .જોકે આ પ્રસંગે આદિવાસી મોરચા ના મહામંત્રી લાધુભાઇ પારઘીએ સ્ટેજ ઉપરથી બફાટ કરતા જણાવ્યું હતું કે ભાજપ સ્થાનિક ઉમેદવા ને ટિકિટ નહીં આપે તો ભાજપને મોટુ નુકસાન સહન કરવું પડશે અને જો આપ પાર્ટી સ્થાનિક ઉમેદવાર ને ટિકિટ આપશે તો ભાજપ માટે પરિણામ બગડવાની શક્યતા નકારી શકાતી નથી તેમ કહી ભાજપ ને મંત્રી ની ઉપસ્થિતિ માં જ ચીમકી ઉચ્ચારી હતી.

48ea3a0a 7d53 4175 9fdb 990f4272507a

આ પણ વાંચોઃ Girl jumping from the 7th floor:લગ્ન ન થતા હોવાથી યુવતીએ સાતમાં માળેથી કુદીને જીવન ટૂંકાવ્યુ

Gujarati banner 01