b5daf15b c0ff 458f 8512 6aaacd4138fd

Ahmedabad: સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનો માટે એરકુલરની સુવિધાયુક્ત ડોમ બનાવવામાં આવ્યો

Ahmedabad- સામાન્ય માણસ માટે સરકારી સુવિધા એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે : દેવલભાઈ થાનકી, કોવીડગ્રસ્ત દર્દીના સ્વજન

અમદાવાદ,21 એપ્રિલઃ અમદાવાદ(Ahmedabad) સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવીડગ્રસ્ત દર્દીઓના સ્વજનોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્રએ કમર કસી છે. કોવીડના દર્દીઓની સંખ્યામાં વધારો થતા જિલ્લા વહીવટીતંત્ર સોલા સિવિલ હોસ્પિટલ(Ahmedabad) ખાતે દિન-પ્રતિદિન નવી વ્યવસ્થાઓ વિકસાવી રહ્યું છે. આ આયોજનના ભાગરુપે સોલા સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં દર્દીઓના સ્વજનો માટે ડોમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.આ ડોમમાં દર્દીઓના સ્વજનોને ઉનાળામાં ગરમીથી રાહત રહે તે માટે એરકુલરની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત અહીં શરુ કરવામાં આવેલા હેલ્પડેસ્ક પરથી દર્દીઓના સ્વજનોને જરુરી રિપોર્ટ પણ મળી રહે છે. આ ઉપરાંત દર્દીના પરિવારજનો દર્દીના ખબર-અંતર પૂછી શકે તે માટે વીડિયો કોલિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. દર્દીના સ્વજનો સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ અને બપોરે ૩-૦૦ થી ૫-૦૦ વાગ્યા દરમિયાન દર્દી સાથે વાત કરી શકે છે.

Whatsapp Join Banner Guj


આ સુવિધા અંગે વાતચીત કરતા સોલા સિવિલ હોસ્પિટલ(Ahmedabad)ના RMO ડો. પ્રદિપભાઈ પટેલ કહે છે કે, દર્દીઓમાંથી અન્ય લોકોમાં ક્રોસ ઈન્ફેકશન ન ફેલાય તે માટે અમે ગ્રાઉન્ડ ફ્લોર પર ડોમની સુવિધા ઉભી કરી છે. જેને અમે હેલ્પડેસ્ક નામ આપ્યું છે. ડો.પ્રદિપભાઈ ઉમેરે છે કે વીડિયો કોલિંગની ફેસિલિટીથી અમે દર્દી અને તેમના સ્વજનો વચ્ચે વાતચીત કરાવીએ છીએ. જેથી દર્દીના સ્વજનોને પણ માનસિક રીતે રાહત રહે છે. અમદાવાદના વાસણા વિસ્તારના દેવલભાઈ થાનકી આ સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કરતા કહે છે કે, અહીં સુવિધાઓ સારી છે. ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન અને રેમડેસિવિર લાવવાની ચિંતા રહે છે પણ અહીં સરકારી હોસ્પિટલમાં તે અંગે અમે નિશ્ચિંત છીએ. દેવલભાઈના બહેનના સસરા રસિકભાઈ થાનકી સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે.

ADVT Dental Titanium


ઉલ્લેખનીય છે કે સોલા સિવિલ હોસ્પિટલ(Ahmedabad)માં સુચારુ સંચાલન થાય અને નાગરિકોને ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સાયન્સ-ટેકનોલોજી વિભાગના સચિવ હારિત શુક્લાની આગેવાનીમાં અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાંગલે અને જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ, સોલા સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. પીના સોની સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

આ પણ વાંચો…

covid positive story: ફેફસામાં ૬૦ ટકાથી વધુ ઇન્ફેક્શન અને ડાયાબિટીસની બીમારી છતાંય માત્ર ૬ દિવસની સારવારમાં ૬૦ વર્ષીય બહેન એકદમ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા..!