ahd 010 4 960x640 1 edited

અમદાવાદઃ જુહાપુરામાં આરોપીને પકડવા ગયેલી પોલીસ પર થયો જીવલેણ હુમલો, પોલીસકર્મી પર ચડાવી દીધી કાર!

ahd 010 4 960x640 1 edited

અમદાવાદ, 22 જાન્યુઆરીઃ કહેવાય છે કે પોલીસ ચોરને પકડે અને લોકોને સલામત રાખે, પરંતુ અહીં તો પોલીસ જ સલામત નથી. તાજેતરમાં અમદાવાદના જુહાપુરા ખાતે આરોપીને પકડવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો થયો છે. જુહાપુરાના ફતેહવાડી રોડ પર પોલીસને જોઈને ભાગવા ગયેલા આરોપીએ પોલીસકર્મી પર કાર ચડાવી હતી. આ ઘટનામાં ઘાયલ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સિદ્ધાર્થ સિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.

Whatsapp Join Banner Guj

જો કે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં આરોપી અમિન મારવાડી, ઇબ્રાહિમ નૂરખા જાટ પાસેથી રિવોલ્વર,તલવાર, બેઝબોલ સ્ટિક જેવા હથિયારમળ્યા હતા.એટલું જ નહી. આરોપીએ કાર આગળ પ્રધાન મંત્રી જન કલ્યાણ યોજના જાગૃતિ અભિયાન અને ગુજરાત પ્રદેશ મંત્રી લખેલું બોર્ડ અને કમળનું સિમ્બોલ પણ લગાવ્યુ હતુ. આરોપી આગામી ચુંટણીમાં ઉમેદવારી કરવાનો હોવાનો રોફ પણ બનાવતો હતો..પોલીસ પર હુમલાના ગુનામાં આરોપીની કાર પોલીસે કબજે કરી છે.

GEL ADVT Banner

આ પણ વાંચો…

સીરમ ઇન્સ્ટીટયૂટ આગ દુર્ઘટનાઃ પાંચ કર્મચારીના કરૂણ મોત- ઇન્સ્ટીટ્યૂટ દ્વારા મૃતકોના પરિવારને 25 લાખની સહાય, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ