serum institute fire 1611221732

સીરમ ઇન્સ્ટીટયૂટ આગ દુર્ઘટનાઃ પાંચ કર્મચારીના કરૂણ મોત- ઇન્સ્ટીટ્યૂટ દ્વારા મૃતકોના પરિવારને 25 લાખની સહાય, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ

serum institute fire 1611221732

પુણે, 22 જાન્યુઆરીઃ કોરોનાની રસી બનાવતી પુણેની પ્રખ્યાત સીરમ ઇન્સ્ટીટયૂટની માંજરી ખાતેની નવી ઇમારતમાં કાલેજે બપોરે ભીષણ આગ ફાટી નિકળી હતી. આ આગમાં પાંચ જણના મૃત્યુ થાય હતા. નવી ઇમારતનું કામ ચાલી રહ્યુ હતુ. ત્યારે વેલ્ડીંગનો તણખો ઉડવાથી આગ લાગી હોવાનુ પ્રારંભિક તપાસમાં બહાર આવ્યુ હતુ. અહીં બીજીસીની રસીનું ઉત્પાદન કરવામાં આવે છે. જોકે કોવિડ-19ની રસીનો પ્લાન્ટ સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાનુ અદર પુનાવાલાએ સ્પષ્ટ કર્યુ હતુ આગની આ ઘટના બાદ મહારાષ્ટ્રના ઉપમુખ્ય પ્રધાન અજીત પવારે પુણેના પોલીસ કમિશનરને તપાસનો આદેશ આપ્યો હતો. જયારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરે આજે સીરમ ઇન્સ્ટટયૂટની મુલાકાત લેશે તેવું જાણવા મળ્યું છે.

સુત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, પુણેના માંજરી ખાતેની સીરમ ઇન્સ્ટીટયૂટના બીસીજી પ્લાન્ટની ઇમારતમાં કાલે બપોરે દોઢ વાગ્યે ભીષણ આગ ફાટી નિકળી હતી. આ ઘટનાની જાણ થતા જ પુણે પાલિકાના ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો આદર્યા હતા. શરૂઆતમાં ફાયરબ્રિગેડના જવાનોએ ત્રીજા માળે ફસાયેલા ચાર જણને બચાવી લીધા હતા.

Whatsapp Join Banner Guj

શરૂઆતમાં કોઇ જાનહાનિ થઇ નથી તેવુ જાહેર કરવામાં આવ્યુ હતુ. જોકે ચાર કલાક બાદ આગને નિયંત્રણમાં લીધા બાદ પાંચ જણના મૃતદેહ મળી આવ્યા હતા. તેવી સ્પષ્ટતા રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે અને પુણેના મેયર મુરલીધર મોહોળએ કરી હતી. મૃત્યુ પામનાર વ્યકિતઓની ઓળખ થઇ શકી નહોતી જોકે પ્રારંભિક તપાસમાં આ લોકો કોન્ટ્રાકટરના કર્મચારી હોવાનુ જાણવા મળ્યું છે.

GEL ADVT Banner

આગ ફાટી નિકળયા બાદ આ દુર્ઘટનામાં પાંચ જણના મૃત્યુ થયુ હોવાનુ બહાર આવ્યુ હતુ. આ ઘટનાબાદ સીરમ ઇન્સ્ટીટયૂટ તરફથી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કર્મચારીને 25 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.

કોરોનાના રસી બનાવતી સીરમ ઇન્સ્ટીટયૂટમાં આગફાટી નિકળતા પુણેના મેયર મુરલીધર મોહોળ, પુણે પાલિકાના કમિશનર વિક્રમકુમાર, કલેકટર રાજેશ દેશમુખ અને પુણેના પોલીસ કમિશનર અમિતાલી ગુપ્તા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

સીરમ ઇન્સ્ટીટયૂટની આગમાં પાંચ જણના મોત થયા હોવાનુ બહાર આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક ટ્વિટ કરી આગની દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓ તકફ સંવેદના સાથે દુ:ખ વ્યકત કર્યુ હતુ. આ સાથે જ ઇજાગ્રસ્ત લોકો જલ્દી સાજા થાય તેવી ભાવના વ્યકત કરી હતી.

આ પણ વાંચો….

ભેટઃ ભારત નિભાવી રહ્યું છે મિત્રતા, નેપાળ અને બાંગ્લાદેશ સહિત આ દેશોને મોકલી કોરોનીની રસી