Alert qr code

Alert QR Code: ઠગવાનું નવું હથિયાર બન્યો QR Code, જોતજોતામાં ખાલી થઇ જશે એકાઉન્ટ

Alert QR Code: આ રીતે શરુ થાય QR Code ફ્રોડ કરવાની શરુઆત, તેથી ખાસ ધ્યાન રાખીને કરો ઓનલાઇન પેમેન્ટ

Alert qr code

ટેક ડેસ્ક, 06 ફેબ્રુઆરીઃ અત્યારે મોટાભાગના લોકો ઓનલાઇન પેમેન્ટ કરીને જ વસ્તુ ખરીદે છે. જો તમે પણ ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે ક્વિક રિસ્પોંસ કોડ (Alert QR Code) ઉપયોગ કરો છો તો સાવધાન થઇ જાવ. હવે સાઇબર ક્રિમિનલ્સ QR Code દ્રારા જ લોકોના એકાઉન્ટ ખાલી રહ્યા છે. આ કોડ છેતરપિંડી કરનારાઓ માટે કોઇ હથિયાર કમ નથી. છેતરપિંડીની આ નવી રીતને સાઇબર ભાષામાં QR Code ફિશિંગ કહે છે.  

QR Code બ્લેક લાઇનથી બનેલી એક પેટર્ન હોય છે જેમાં યૂઝરના એકાઉન્ટ રિલેટેડ ડેટા સેવ હોય છે. જ્યારે સ્માર્ટફોન વડે કોઇ કોડને સ્કેન કરવામાં આવે છે તો તેમાં સેવ ડેટા ડિજિટલ ભાષામાં બદલાઇ જાય છે, જેથી સરળતાથી સમજી શકાય. QR Code માં અંતર બનાવી રાખવું મુશ્કેલ હોય છે. સાઇબર ઠગ તેનો ફાયદો ઉઠાવીને QR Code બદલી દે છે. જેથી પૈસા સીધા ઠગના એકાઉન્ટમાં જતા રહે છે. આ પ્રક્રિયાને QR ફિશિંગ કહે છે.

Whatsapp Join Banner Guj

ફ્રોડની શરુઆત કોઇ પ્રોડક્ટને ઓનલાઇન વેચાણ માટે એક વેબસાઇટ પર પોસ્ટ કર્યા પછી થાય છે. જ્યારે ફ્રોડ ખરીદી તરીકે એક ક્યૂઆર કોડને જનરેટ કરે છે અને તેને અગ્રિમ અથવા ટોકન મનીની ચૂકવણી કરવા માટે શેર કરે છે. ત્યાર બાદ એક વધુ રકમ સાથે એક QR Code બનાવે છે અને તેને વોટ્સઅપ અથવા ઇમેલ દ્રારા ખરીદનાર વ્યક્તિની સાથે શેર કરે છે.ત્યારબાદ ફ્રોડસ્ટર યૂઝર પાસેથી તેને સ્કેન કરાવીને પૈસા ટ્રાંસફર કરવા માટે કહે છે. ફોટો ગેલેરીથી ક્યૂઆર કોડને સ્કેન કર્યા બાદ, પીડિતને ચૂકવણી સાથે આગળ વધવા માટે કહેવામાં આવે છે. આ દરમિયાન યૂઝર જેવો જ UPI પીન નાખે છે, તેના બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાઇ જાય છે. 

આવી સ્થિતિમાં તમે QR કોડને ફોનના કેમેરા વડે સીધો સ્કેન કરવાના બદલે તેને એવી એપ દ્રારા કરો જે QR કોડની ડિટેલ્સ જેમ કે રિસીવરનું નામ વગેરે જણાવે છે. મેસજ અથવા ઇ-મેલમાં મળેલા કોઇ અજાણ્યા અથવા નવા QR Code ને સ્કેન કરવાથી બચો.બેંકમાં થયેલા ખોટા ટ્રાંજેક્શન પર તાત્કાલિક એક્શન લો. ફ્રોડનો શિકાર થતાં ફરિયાદ તમે સાઇબર સેલમાં કરી શકો છો. ન ભૂલો કે ફક્ત દુકાનો પર પેમેન્ટ કરવા QR Code ને સ્કેન કરવાની જરૂર પડે છે. કોઇપણ વ્યક્તિ પૈસા લેવા અથવા પછી મોકલવા માટે QR Code ની જરૂર પડતી નથી. 

આ પણ વાંચો…

કિસાન આંદોલનઃ ખેડૂતોઓએ આજે બપોરે 12થી 3 વાગ્યા સુધી દેશવ્યાપી ચક્કાજામ(Chakka jam)નું કર્યું એલાન, બોર્ડર પર કડક સુરક્ષા