rakesh tikait 1612491411

farmer porest: વડાપ્રધાનું કહેવું છે તેમના અને ખેડૂતો વચ્ચે એક ફોનનું અંતર છે, તો અમે PM સાથે વાતચીત કરવા તૈયાર, પોતાનો ફોન નંબર આપે- રાકેશ ટિકૈત

કિસાન આંદોલન(farmer porest)ના ખેડૂત નેતા રાકેશ ટિકૈતે વડાપ્રધાનના નિવેદન પર આવ્યું પોતાનું મંતવ્ય, માગ્યો વડાપ્રધાનનો નંબર

rakesh tikait 1612491411

નવી દિલ્હી, 06 ફેબ્રુઆરીઃ છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો કૃષિ કાયદાને લઇને આંદોલન(farmer porest) કરી રહ્યાં છે. આજે ચક્કા જામ કર્યું છે. સરકાર અને ખેડૂતો વચ્ચે અનેક બેઠકો બાદ પણ હજી સુધી કોઇ નિવારણ આવ્યું નથી. થોડા દિવસો પહેલા સર્વદળિય બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તેઓ ખેડૂતો સાથે વાતચીતથી માત્ર એક ફોન કોલ જ દૂર છે.કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને ખેડૂત નેતા જ્યારે ઈચ્છે ત્યાર્રે ફોન કરી શકે છે અને વાતચીત કરે.

Whatsapp Join Banner Guj

વડાપ્રધાનના નિવેદનને લઈને ખેડુત નેતા રાકૈશ ટિકેતે આજે કહ્યું હતું કે, પીએમ મોદી પોતાનો નંબર આપે જેથી કરીને અમે તેમને ફોન કરી શકીએ. ટિકૈત દિલ્હી અને ઉત્તર પ્રદેશ વચ્ચે ગાઝીપુર બોર્ડર પર ખેડૂત અંદોલનનું નેતૃત્વ કરી રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, સંયુક કિસાન મોર્ચાએ આજે 6 ફેબ્રુઆરી બપોર 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ચક્કા જામ કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે રાકેશ ટિકેતે કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ખેડૂતો શનિવારે રસ્તાઓ જામ નહીં કરે પરંતુ શાંતિપૂર્ણ રીતે જિલ્લા મુખ્યાલય અને તાલુકા મુખ્યાલય પર આવેદનપત્રો આપશે. એ સિવાય ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના ખેડૂતોને સ્ટેંડ બાય રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…

Alert QR Code: ઠગવાનું નવું હથિયાર બન્યો QR Code, જોતજોતામાં ખાલી થઇ જશે એકાઉન્ટ