All Gujarat Inter Corporation Cricket Tournament

All Gujarat Inter Corporation Cricket Tournament: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી 20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો

All Gujarat Inter Corporation Cricket Tournament: મુખ્યમંત્રીએ બેટ પર હાથ અજમાવી પોતાના આગવા અંદાજમાં ટુર્નામેન્ટ ખુલ્લી મૂકી

  • અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જૂનાગઢની ટિમો વચ્ચે મુકાબલો યોજાશે

અમદાવાદ, 27 જાન્યુઆરીઃ All Gujarat Inter Corporation Cricket Tournament: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી 20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના આગવા અંદાજથી બેટિંગ કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકી હતી.

પાંચ દિવસ રમાનારી આ ટુર્નામેન્ટમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને જૂનાગઢ શહેરની મેયર્સ અને કમિશનર્સની ટિમો વચ્ચે મુકાબલો યોજાશે. આ ટુર્નામેન્ટ ની પ્રથમ મેચ ગાંધીનગર મેયર્સ અને અમદાવાદ મેયર્સ ટીમ વચ્ચે યોજાઈ હતી. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ તમામ ટીમના ખેલાડીઓને જીતની શુભકામનાઓ પાઠવી હતી.

ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્યઓ બાબુસિંહ જાદવ, અમૂલ ભટ્ટ, કૌશિક જૈન, દીનેશસિંહ કુશવાહ, પાયલ કુકરાણી, અલ્પેશ ઠાકોર તથા અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી અને મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… Bilaspur-Hapa Express Train: બિલાસપુર-હાપા હવે ઓખા સુધી જશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો