Nitish Kumar CM Oath

Nitin Kumar Oath: નીતિશ કુમારે 9મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

Nitin Kumar Oath: સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા બિહારના ઉપમુખ્યમંત્રી બન્યા

પટના, 28 જાન્યુઆરીઃ Nitin Kumar Oath: બિહારમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે નીતિશ કુમારે 9મી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. જ્યારે સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા બંને નાયબ મુખ્યમંત્રી બન્યા. આ સાથે રાજ્યમાં 17 મહિના જૂની મહાગઠબંધન સરકારનો અંત આવ્યો છે.

જાણો નીતિશ કુમારની સાથે નવી સરકારમાં કોણ-કોણ બન્યું મંત્રી

  • વિજય કુમાર ચૌધરી
  • ડૉ.પ્રેમ કુમાર
  • વિજેન્દ્ર પ્રસાદ યાદવ
  • સુમિત કુમાર સિંહ
  • સંતોષ કુમાર સુમન (જીતનરામ માંઝીનો પુત્ર)
  • શ્રવણ કુમાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા મંત્રીમંડળને અભિનંદન પાઠવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારની નવી કેબિનેટને શુભેચ્છા પાઠવી છે. તેણે પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે, બિહારમાં બનેલી એનડીએ સરકાર રાજ્યના વિકાસ અને તેના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે કોઈ કસર છોડશે નહીં.

નીતીશ કુમારને મુખ્યમંત્રી તરીકે અને સમ્રાટ ચૌધરી-વિજય સિંહાને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ મારી હાર્દિક અભિનંદન. મને વિશ્વાસ છે કે આ ટીમ રાજ્યના મારા પરિવારના સભ્યોની સંપૂર્ણ સમર્પણ સાથે સેવા કરશે.

આ પણ વાંચો… All Gujarat Inter Corporation Cricket Tournament: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી 20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો