Ambaji General Hospital oxygen plant

Ambaji General Hospital RTPCR lab: અંબાજી ની જનરલ હોસ્પિટલ માં RTPCR લેબ લગાવાની કામગીરી પણ પુર જોસ માં શરુ કરી દેવામાં આવી

Ambaji General Hospital RTPCR lab: અંબાજીની આ જનરલ હોસ્પિટલ માં બે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયા

ઓક્સિજન ની સુવિધા વાળા 100 અને 10 ICU બેડ લગાવામાં આવ્યા

  • Ambaji General Hospital RTPCR lab: બનાસકાંઠા જીલ્લા માં રોજિંદા સરેરાશ 200 કેસ જયારે દાંતા તાલુકા માં 40 થી 50 સરેરાશ કોરોના ના કેસ આવી રહ્યા છે
  • કોરોનાને લઇ ઓક્સિજનની અછત કે સારવાર વગર કોઈ દર્દી નું મોત ન નીપજે તે માટે સરકાર સાવચેતી ના પગલા લઇ રહી છે
  • દાંતા તાલુકા સહીત બનાસકાંઠા જીલ્લા માં દિનપ્રતિદિન કોરોના ના કેસ માં વૃદ્ધિ જોવા મળી રહી છે
  • અંબાજીની સબ ડીસ્ટ્રીકટ જનરલ હોસ્પિટલમાં કોરોનાને લઇ કોઈ પરિસ્થિતિ વણસે તે પહેલા અગોતરુ આયોજન હાથ ધરવામાં આવ્યું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૭ જાન્યુઆરીઃ
Ambaji General Hospital RTPCR lab; હમણાં કોરોના ની ત્રીજી લહેર ચાલી રહી છે અને દિનપ્રતિદિન પોઝીટીવ કેસો ની સંખ્યા માં વધારો જોવા મળી રહ્યો છે કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થયા બાદ ત્રીજી લહેરમાં સરકાર કોઈ પણ જાતનું જોખમ લેવા માંગતી ન હોય સાથે કોરોનાને લઇ ઓક્સિજનની અછત કે સારવાર વગર કોઈ દર્દી નું મોત ન નીપજે તે માટે સરકાર સાવચેતી ના પગલા લઇ રહી છે.

Ambaji General Hospital corona ward

દાંતા તાલુકા સહીત બનાસકાંઠા જીલ્લા માં દિનપ્રતિદિન કોરોના ના કેસ માં વૃદ્ધિ જોવા મળી રહી છે જેને લઇ ખાસ કરીને દાંતા તાલુકો મહતમ આદિવાસી વિસ્તાર છે ત્યારે અંબાજીની સબ ડીસ્ટ્રીકટ જનરલ હોસ્પિટલમાં કોરોનાને લઇ કોઈ પરિસ્થિતિ વણસે તે પહેલા અગોતરુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે અંબાજીની આ જનરલ હોસ્પિટલ માં બે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયા છે જેમાં એક ભારત સરકાર ની ગ્રાન્ટ માંથી જયારે બીજું રોટરી ક્લબ ના સહયોગ થી લગાવામાં આવ્યું છે.

આ હોસ્પિટલ માં ઓક્સિજન ની સુવિધા વાળા 100 અને 10 ICU બેડ લગાવામાં આવ્યા છે એટલુ જ નહી કોરોના ના RTPCR ટેસ્ટ સેમ્પલ તપાસ માટે બહાર મોકલવામાં આવતા હતા તેના બદલે હવે આ જનરલ હોસ્પિટલ માં RTPCR લેબ લગાવાની કામગીરી પણ પુર જોસ માં શરુ કરી દેવામાં આવી છે જે ટૂંક સમય માં કાર્યરત થઇ જશે હાલ માં બનાસકાંઠા જીલ્લા માં રોજિંદા સરેરાશ 200 કેસ જયારે દાંતા તાલુકા માં 40 થી 50 સરેરાશ કોરોના ના કેસ આવી રહ્યા છે

Ambaji General Hospital RTPCR lab

હાલ કોરોના માઇનોર હોવાથી કોઈ પણ દર્દી ને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવેલ નથી આમ અંબાજી ની આ જનરલ હોસ્પિટલ કોરોના સામે લડવા માટે સપૂર્ણ સજ્જ કરી દેવામાં આવી હોવાનુ ડો. એમ.યુ પટેલ (ઈ.સુપ્રિટેન્ડેન્ટ,જનરલ હોસ્પિટલ)અંબાજી એ જણાવેલ છે.

આ પણ વાંચો…2 families become untraceable in turkey: તુર્કીમાં ગુમ થયેલા બે ગુજરાતી પરિવારો વિશે મળી જાણકારી, અપહરણ થયાના અહેવાલ

Gujarati banner 01