Ambaji 1206

અંબાજી માતા ને પ્રાર્થના કરી છે કોરોના ની મહામારી થી મુક્તિ મળે: પ્રદીપસિંહ જાડેજા

અંબાજી માં ભરાનાર ભાદરવી ના મેળા ના આયોજન ને લઈ ત્રણ મંત્રીઓ ની ટીમ બનાવમાં આવી છે જેઓ જિલ્લા ના અધિકારીઓ સાથે ચર્ચા કરી રિપોર્ટ સોંપ્યા બાદ મેળો યોજવો કે કેમ તે બાબતે રાજ્ય ના મુખ્યમંત્રી નિણર્ય લેશે

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી લોકડાઉન બાદ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાઝતા યાત્રિકો નો ઘસારો ચાલુ થયો છે તેની સાથે હવે રાજકીય નેતાઓ પણ અંબાજી દર્શનાર્થે પહોંચી રહ્યા છે

અંબાજી માતા ને પ્રાર્થના કરી છે કોરોના ની મહામારી થી મુક્તિ મળે: પ્રદીપસિંહ જાડેજા

અંબાજી, ૧૬ જુલાઈ ગુજરાત ના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આજે અંબાજી માં અંબાના દર્શનાર્થે પહોંચ્યા હતા અંબાજી પરિવાર સાથે પહોંચેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા નું મંદિર ટ્રસ્ટ દ્વારા ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું ત્યાર બાદ પ્રદીપસિંહ જાડેજા એ મંદિર ના ગર્ભગૃહ માં પૂજારી દ્વારા પૂજા અર્ચના કરાવી હતી ને પ્રદીપસિંહ જાડેજા એ સજોડે માતાજી ની કપૂર આરતી પણ ઉતારી હતી મંદિર માં પૂજા અર્ચન પૂર્ણ થયા બાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે તેમજ જિલ્લા પોલીસ વડા તરુણ દુગલે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ને સ્મૂર્તિ ચિન્હ સ્વરૂપે યંત્ર ની પ્રતિકૃતિ અર્પણ કરી હતી ત્યાર બાદ પ્રદીપસિંહ જાડેજા એ માતાજી ની ગાદી ઉપર પણ ભટ્ટજી મહારાજ ના આશીર્વાદ મેળવ્યા હતા અને અંબાજી મંદિર ને હાલ સુવર્ણમય બનાવની કામગીરી ને પણ સમીક્ષા કરી હતી જેમાં સુવર્ણમય મંદિર માટે અલાયદું 228 કિલો ની જરૂરિયાત સામે ટ્રસ્ટ પાસે સુવર્ણમય મંદિર માટે 13 કિલો સોનુ હોવાની માહિતી આપી હતી અંબાજી પહોંચેલા પ્રદીપસિંહ જાડેજા એ રાજ્ય સહિત દેશ માંથી કોરોના ની મહામારી થી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરી હોવાનું જણાવ્યું હતું

Ambaji Temple

જ્યારે આગામી સમય માં અંબાજી ખાતે ભાદરવી પૂનમ નો મહામેળો આવી રહ્યો છે ત્યારે મેળા માં આવતા લાખો શ્રદ્ધાળુઓ અને હાલ ની કોરોના ની મહામારી ને લઈ કોઈ સંક્રમણ ન ફેલાય તે માટે ત્રણ મંત્રીઓ ની ટીમ બનાવી હોવાનું જણાવ્યું હતું જે જિલ્લા ના અધિકરીઓ સાથે પરામર્શ કરીને મુખ્યમંત્રી ને રિપોર્ટ સોંપસે ને ત્યાર બાદ મેળો યોજવા બાબતે નિણર્ય લાઇ શકશે તેમ જણાવ્યું હતું

અંબાજી માં ભરાનાર ભાદરવી ના મેળા ના આયોજન ને લઈ ત્રણ મંત્રીઓ ની ટીમ બનાવમાં આવી છે જેઓ જિલ્લા ના અધિકારીઓ સાથે ચર્ચા કરી રિપોર્ટ સોંપ્યા બાદ મેળો યોજવો કે કેમ તે બાબતે રાજ્ય ના મુખ્યમંત્રી નિણર્ય લેશે

રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા,અંબાજી બનાસકાંઠા