Ambaji Police liquor destroyed 2

Ambaji Police liquor destroyed: અંબાજી પોલીસે રૂપિયા 72.19 લાખ નો વિદેશી દારૂ નો જથ્થો નાશ કર્યો

Ambaji Police liquor destroyed: અંબાજી પોલીસે વિવિધ બ્રાન્ડ ની બે ટ્રક ભરી 25463 બોટલો અંદાજે કિંમત રૂપિયા 72.19 લાખ નો વિદેશી દારૂ નો જથ્થો નાશ કર્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 27 જુલાઈ:
Ambaji Police liquor destroyed: આપ જે જોઈ રહ્યા છો નયનરમ્ય ઝરણાં ના દ્રશ્યો એ કોઈ વરસાદી પાણી ના ઝરણાં નથી પણ યાત્રાધામ અંબાજી માં નાશ કરાયેલા વિદેશી દારૂ ના ઝરણાં છે

શક્તિપીઠ અંબાજી માં વર્ષ 2021-22 માં સમયાંતરે અંબાજી પોલીસે વિવિધ સ્થળો થી ઝડપી પડેલા વિવિધ બ્રાન્ડ ની બે ટ્રક ભરી 25463 બોટલો અંદાજે કિંમત રૂપિયા 72.19 લાખ નો વિદેશી દારૂ નો જથ્થો આજે અંબાજી ના કુમ્ભારીયા વિસ્તાર માં નાશ કરવામાં આવ્યો છે અંબાજી ગુજરાત અને રાજસ્થાન ની સરહદે આવેલું યાત્રાધામ છે અને આ સરહદ બોર્ડર થી રાજસ્થાન માંથી ગુજરાત માં વિદેશી દારૂ ઘુસાડવાની બુટલેગરો દ્વારા પ્રયાસ કરાતો હોય છે ત્યારે સતર્ક રહેતી અંબાજી પોલીસ દ્વારા આ વિવિધ સમય વિવિધ બ્રાન્ડ નો વિદેશી જથ્થો ઝડપી પડયો હતો.

દાંતા પ્રાંત અધિકારી સુશીલ પરમાર ,મામલતદાર વર્ષા રાવલ, વિભાગીય પોલીસ અધિક્ષક એસ એલ ચૌધરી, સહીત અંબાજી પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ પટેલ ને મોટી સંખ્યા માં પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહી આ તમામ હજારો ની સંખ્યા માં વિદેશી દારૂ ઓ નો નાશ કરાયો હતો અને આ પ્રકિયા માટે JCB નો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતોને આ હજારો ની સંખ્યા માં દારૂ ની બોટલો નાશ કરાતા દારૂ ના ઝરણાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો..Crop failure due to heavy rains: ભારે વરસાદ ના કારણે પાક નિષ્ફળ ગયો

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *