crop damage in rain

Crop failure due to heavy rains: ભારે વરસાદ ના કારણે પાક નિષ્ફળ ગયો

Crop failure due to heavy rains: દાંતા તાલુકાના ઉંડાણ વાળા વિસ્તારો માં ભારે વરસાદી ઝાપટાના કારણે ખેતરો તળાવમાં પરિવર્તિત થયા પડેલી મગફળી પણ ઉગી નીકળતા આ તમામ પાક નિષ્ફળ ગયો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 27 જુલાઈ:
Crop failure due to heavy rains: હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદે સૌરાષ્ટ ને ધમરોળ્યા બાદ બનાસકાંઠા જિલ્લામાં વરસાદે માઝા મૂકી છે બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વર્ષ્યો હતો બનાસકાંઠાના દાંતા તાલુકામાં વરસાદ રોકાઈ રોકાઈ ને પડી રહ્યો છે પણ જયારે ભારે વરસાદી ઝાપટું પડે છે ત્યારે ભારે હેરાનગતિ આપી જાય છે તેવી જ પરિસ્થિતિ દાંતા તાલુકા ના ઊંડાણ વાળા વિસ્તાર માં જોવા મળી છે……

Crop failure due to heavy rains: દાંતા તાલુકો મહત્તમ આદિવાસી અને પછાત વિસ્તાર માનવામાં આવે છે જ્યાં મહત્તમ લોકો ખેતીવાડી કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે પણ જે રીતે ગઈકાલે પડેલા ભારે વરસાદી ઝાપટાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અનેક ખેતરોમાં ખેડૂતો એ વાવેતર કર્યું હતું અને પાક ઉગી પણ ગયો હતો તેવામાં ભારે વરસાદી ઝાપટાના કારણે ખેતરો તળાવમાં પરિવર્તિત થઇ ગયેલા જોવા મળી રહ્યા છે અને ઉગેલો તમામ પાક પાણીમાં ડૂબી જતા ખેડૂત ભારે ચિંતા માં મુકાયા છે અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતા બેટ માં ફેરવાયા છે ત્યારે ખેડૂતો પણ જ્યાં ખેતરો મા પાણી ભરાયા છેને પાક ડૂબ માં ગયો છે તેવા વિસ્તાર નો સર્વે કરાવી સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે.

એટલુંજ નહીં ખેડૂતોનો મગફળી નો પાકી ગયેલો પાક હજી ખેતરો માં હતો(Crop failure due to heavy rains) જે વીણી ને ઘરભેગો કરવાનો હતો ત્યાં વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે ખેતરો માં જમીન માંથી કાઢેલી મગફળીના અનેક ઢગલા જોવા મળી રહ્યા છે ને પડેલી મગફળી પણ ઉગી નીકળતા આ તમામ પાક નિષ્ફળ ગયો છે જે પાકેલો પાક ખેતરો માં જ ફરી ઉગી નીકળતા પશુ પણ ન ખાય તો માણસ ને કેવી રીતે ઉપયોગી બનશે આ પાક તેવી ચિંતા ખેડૂતો ને સતાવી રહી છે

Crop failure due to heavy rains

દાંતા તાલુકા માં હજી જોઈએ તેવા પ્રમાણ માં વરસાદ વરસ્યો નથી સીઝન નો સરેરાશ 20 થી 25 ટકા વરસાદ જોવા મળી રહ્યો છે જ્યાં હળવો વરસાદ ખેતીવાડી માટેચોક્કસ ફાયદા કારક હોય છે ત્યાં અચાનક ભારે વરસાદી ઝાપટા ખેડૂતો ને મોટી નુકસાની આપી જાય છે.

આ પણ વાંચો..Dasha Maa Murthy Free Delivery: અંબાજી ના હેમંતભાઈ દવે દ્વારા 551 દશામાં ની મૂર્તિ વિનામૂલ્ય વિતરણ કરી

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *