ambaji rain 3108

Ambaji rain: અંબાજીના બજારોમાં પણ પાણી ફરીવળ્યા હતા હાઈવે માર્ગ પણ પાણી મા ગરકાવ; જુઓ તસવીરો..

Ambaji rainબે કલાકમાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો ને ચાલુ વર્ષની સિઝનમાં અંબાજી ચોમાસાની સિઝનમાં સૌથી મોટો વરસાદ આજનો માનવામાં આવી રહ્યો છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૩૧ ઓગસ્ટ:
Ambaji rainસુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે સતત બીજા દિવસે પણ વરસાદની હેલી જોવા મળી હતી.જોકે ગઈકાલે વરસાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ હતી અને આજે બપોર બાદ એકાએક ભારે વરસાદ થતાં સમગ્ર અંબાજી પંથકમાં જળબંબાકાર વરસાદના પાણી જોવા મળ્યા હતા અને અંબાજીના બજારોમાં પણ પાણી ફરીવળ્યા હતા જોકે હાઈવે માર્ગ પણ પાણી મા ગરકાવ થયો હતો

Ambaji rain

આ પણ વાંચો…Gujarat Chief Secretary: ગુજરાતના મુખ્યસચિવ તરીકે પદભાર સંભાળતા પંકજ કુમાર

અંબાજી ના મુખ્ય બજારો મા ધસમસતા પાણી ના પ્રવાહમા નાના વાહનો પણ તણાયા તો હાઈવે માર્ગ ઉપર પાણી ભરાતા વાહનચાલકો ને મુશ્કેલી નોસામનો કરવો પડ્યો હતો અંબાજી ની શક્તિધારા સોસાયટી મા પણ પાણી ભરાતા રહેસો ને હાલાકી ભોગવવી પડી હતી જો કે ખાસ કરીને આજે દાંતા પંથકમાં જે ખેતીવાડીને લઇને ખેડૂતો ચિંતિત હતા ને વરસાદ વગર પાક બગડવાની શક્યતા હતી

Ambaji rain

આજે પડેલા વરસાદના (Ambaji rain) પગલે ફરી આ પાકને જીવતદાન મળી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે અને આજે અંબાજી પંથકમાં વરસાદ પડ્યો છે તે બે કલાકમાં લગભગ 2 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો ને ચાલુ વર્ષની સિઝનમાં અંબાજી ચોમાસાની સિઝનમાં સૌથી મોટો વરસાદ આજનો માનવામાં આવી રહ્યો છે ખાસ કરીને અંબાજી પંથકમાં વરસાદ ખેંચાતા ગરમી મા પણ વધારો થયો હતો પણ સતત વાતાવરણમાં પલટો આવતાં ફરી આજે વરસાદની શરૂઆત થઇ હતી અને ચોમાસું હવે બેઠો તેવા વાતાવરણમાં પંથકમાં જોવા મળ્યું હતું અને જે વરસાદ હતું અને વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક જોવા મળે છે.

Whatsapp Join Banner Guj