rotary club ambaji

Ambaji Rotary Club swearing in ceremony: અંબાજી રોટરી ક્લબ નો શપથવિધિ સમારોહ યોજાયો, નવા પ્રમુખ તરીકે ઓ.પી શર્મા નિયુક્ત થયા

Ambaji Rotary Club swearing in ceremony; અંબાજી રોટરી ક્લબ નો શપથવિધિ સમારોહ યોજાયો, નવા પ્રમુખ તરીકે ઓ.પી શર્મા અને મંત્રી તરીકે શંકરભાઈ કાબરા નિયુક્ત થયા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 25 જુલાઈ:
Ambaji Rotary Club swearing in ceremony: કોરોના સંક્ર્મણ હોય કે પછી કુદરતી કે પછી માનવસર્જિત આફત હોય ત્યારે રોટરી ક્લબ અંબાજી હંમેશા મદદ માટે અગ્રેસર હોય છે એટલુંજ નહીં અંબાજી માં સૌથી મોટી અને ઐતિહાસીક કાર્ય કહી શકાય એવું અંબાજી ની જનરલ હોસ્પિટલ માં લાખો રૂપિયા ના ખર્ચે ઓક્સીજન પ્લાન્ટ પણ બનાવી આપ્યું છે અને અંબાજી સહીત આસપાસ ના વિસ્તારો માં સેવાકીય કાર્યો માટે સતત અગ્રેસર રહેતી.

અંબાજી રોટરી ક્લબ ના વર્ષ 2022-23 ની ટીમ નો શપથવિધિ સમારોહ અંબાજી ના રોટરી હોલ ખાતે ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરીયન બલવંતસિંહ ચિરાણા ,પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર જોઈતાભાઈ પટેલ તેમજ ઈન્ડેક્ષન ઓફિસર ભગવાન અગ્રવાલ ની ઉપસ્થતિ માં યોજાયેલા આ સપથ વિધિ કાર્યક્રમ માં નવા વર્ષ ના પ્રમુખ તરીકે ઓમપ્રકાશ શર્મા તેમજ સેક્રેટરી તરીકે શંકરભાઇ કાબરા ને પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લલિત શર્મા એ નવા વર્ષ માટે સપથ ગ્રહણ કરાવ્યા હતા તેમજ આ કાર્યક્રમ દરમિયાન અંબાજી ની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ માં અભ્યાસ ક્ષેત્રે ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહીત ઇનામ આપી સન્માનિત કરાયા હતા.

Ambaji Rotary Club swearing in ceremony

આ કાર્યક્રમ માં અંબાજી ના માર્બલ ઉધોગપતિ કિરણભાઈ ત્રિવેદી તેમજ માનવતા ટ્રસ્ટ ના પ્રમુખ નરેશભાઈ અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત પ્રમુખ ઓ.પી શર્મા ને પૂર્વપ્રમુખ કિશોરભાઈ જોશી એ પોતાનો ચાર્જ સુપ્રત કરી કોલર પીન અર્પણ કરી હતી અને નવા વર્ષ દરમિયાન અનેક વિકાસ શીલ કાર્ય કરવા માટે તમામ સભ્યો એ સપથ ગ્રહણ કર્યા હતા.

આ પણ વાંચો..UIDAI in action mod: 6 લાખ આધાર કાર્ડ કર્યા રદ, તમારું તો દસ્તાવેજ ફેક નથી ને?

Gujarati banner 01