shikhar dhavan

Shikhar Dhawan talks about the win: કેપ્ટન શિખર ધવને જીતનું અસલી કારણ જણાવ્યુ, 10 રન બનાવનારા ખેલાડીની પણ પ્રશંસા કરી

Shikhar Dhawan talks about the win: શિખર ધવનની કેપ્ટન્સીમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે વન ડે સીરિઝ જીતી

સ્પોર્ટ્સ ડેસ્ક, 25 જુલાઇઃ Shikhar Dhawan talks about the win: ટીમ ઇન્ડિયા માટે વન ડે સીરિઝમાં કેપ્ટન્સી કરી રહેલા શિખર ધવન વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ બીજી મેચમાં રન બનાવી શક્યો નહતો છતા પણ ટીમે 312 રનના પડકારને મેળવી લીધો હતો. ટીમ ઇન્ડિયા માટે શ્રેયસ અય્યર, સંજૂ સેમસન અને અક્ષર પટેલે અડધી સદી ફટકારી હતી. જોકે, આ સિવાય પણ કેટલાક અન્ય બેટ્સમેન રન બનાવી શક્યા હતા પરંતુ શિખર ધવને ડેબ્યૂ મેચમાં 11 રનની ઇનિંગ રમનારા અવેશ ખાનની પ્રશંસા કરી હતી.

શિખર ધવને મેચ અને સીરિઝ જીત્યા બાદ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં કહ્યુ, આ ટીમનું શાનદાર પ્રદર્શન હતુ. ખેલાડીઓએ આત્મવિશ્વાસ ગુમાવ્યો નહતો આ અદભૂત છે. અય્યર, સંજૂ સેમસન અને અક્ષર પટેલે કમાલની બેટિંગ કરી હતી, અહી સુધી કે અવેશ ખાને પણ પોતાની ડેબ્યૂ મેચમાં મહત્વપૂર્મ 11 (10) રન બનાવ્યા હતા. આઇપીએલની મદદથી તે મોટા સ્ટેજ પર પ્રદર્શન કરે છે. મને લાગ્યુ કે અમે સારી બોલિંગ કરી પરંતુ તેમણે સારી શરૂઆત કરી. હોપ અને પૂરને સારી બેટિંગ કરી હતી.

આ પણ વાંચોઃ Special audit of airlines: DGCA એ એરલાઈન્સનું સ્પેશિયલ ઓડિટ શરૂ કર્યું, 45 દિવસમાં ટેકનિકલ ખામીની ઘણી ઘટનાઓ

કેપ્ટન શિખર ધવને એટલા માટે અવેશ ખાનના 11 રનની પ્રશંસા કરી કારણ કે ડેબ્યૂ મેચમાં તે એક બોલર તરીકે રમ્યો હતો પરંતુ તેને 6 ઓવરમાં 54 રન પડ્યા હતા અને એક પણ વિકેટ મળી નહતી. એવામાં કોઇ પણ ખેલાડીનો આત્મવિશ્વાસ ડગમગાઇ જશે પરંતુ અવેશ ખાને આવુ થવા દીધુ નહતુ. જ્યારે બેટિંગની વાત આવી તો તેને 12 બોલમા 2 ફોરની મદદથી 10 રન બનાવ્યા હતા, તેને અક્ષર પટેલ સાથે એક નાની ભાગીદારી પણ કરી હતી જે મહત્વપૂર્ણ સાબિત થઇ હતી.

શિખર ધવને આગળ કહ્યુ, અમે વિચાર્યુ કે જો તે આવુ કરી શકે છે તો અમે જાણતા હતા કે અમે પણ આ કરી શકીએ છીએ. અમે થોડી ધીમી શરૂઆત કરી હતી. શુભમન ગિલે સારી બેટિંગ કરી. અય્યર-સંજૂ સેમસનની ભાગીદારીએ ઘણુ મોટુ અંતર બનાવ્યુ. એક રન આઉટ થઇ ગયો પરંતુ આ ક્રિકેટમાં જોવા મળે છે. સપોર્ટ સ્ટાફનો પણ આભાર. તે જોરદાર કામ કરી રહ્યા છે. જ્યારે મે પોતાની 100મી વન ડે મેચમાં 100 રન બનાવ્યા તો ઘણુ સારૂ લાગ્યુ. હોપને આવુ કરવા માટે શુભેચ્છા પાઠવુ છુ.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Akshay Kumar Income Tax: એક વર્ષમાં 5-6 ફિલ્મો આપનાર અક્ષય કુમારે સૌથી વધુ ઈન્કમટેક્સ ચૂકવ્યો, ‘પૃથ્વીરાજ’ માટે 60 કરોડ ફી લીધી

Gujarati banner 01