ST bus

Ambaji ST bus schedule: અંબાજી એસટી વિભાગ દ્વારા રોજ ના 60 જેટલી ટ્રીપો બંધ કરી

Ambaji ST bus schedule: અંબાજી એસટી વિભાગ દ્વારા યાત્રિકો નો પ્રવાહ ઘટતા રોજ ના 10 સીડ્યુલ ને 60 જેટલી ટ્રીપો બંધ કરી

  • Ambaji ST bus schedule: અંબાજી એસ ટી ડેપો ને હમણા મંદિર બંધ કરાતા રોજિંદા રૂપિયા એક લાખ જેટલી ખોટ

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૨૫ જાન્યુઆરીઃ
Ambaji ST bus schedule: કોરોનાની ત્રીજી લહેરને લઇ ગુજરાત ભરમાં ભારે સતર્કતા દાખવવામાં આવી રહી છે ને વધતા જતા કોરોનાના કેસોને લઇ વધુ સંક્રમણ ન ફેલાય તે માટે શક્તિપીઠ અંબાજી માં મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું છે એટલુજ નહી મંદિર બંધ થતા અંબાજીમાં યાત્રિકો ની સંખ્યા માં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જેની સીધી અસર એસ.ટી વિભાગ ઉપર જોવા મળી રહી છે યાત્રાધામ અંબાજીના એસ ટી ડેપો ને હમણા મંદિર બંધ કરાતા રોજિંદા રૂપિયા એક લાખ જેટલી ખોટ ભોગવવી પડી રહી છે

Ambaji ST bus schedule

Ambaji ST bus schedule: અંબાજી એસટી વિભાગ દ્વારા યાત્રિકો નો પ્રવાહ ઘટતા રોજ ના 10 સીડ્યુલ ને 60 જેટલી ટ્રીપો બંધ કરવાની ફરજ પડી છે. એટલુજ નહી હાલ માં શાળાઓ પણ બંધ થતા વિદ્યાર્થીઓ ની અવરજવર પણ બંધ થઇ ગયી છે જેના પગલે ટ્રીપો બંધ કરવામાં આવી છે અંબાજી એસટી ડેપો રોજિંદા રૂપિયા એક લાખ ની ખોટ ને લઇ હમણાં સુધી રૂપિયા 25 લાખ જેટલી માતબર રકમ ની ખોટ સામે આવી છે.

અંબાજી મંદિર આગામી ૩૧ જાન્યુઆરી સુધી બંધ રહેનાર છે ત્યારે એસટી વિભાગ પણ આવનારા સમય માં સરકાર ની SOP સહીત કોરોના ગાઈડલાઈન ના અનુસાર વાહનવ્યવહાર ચલાવશે તેમ અંબાજી S T ડેપો ના મેનેજર કલ્પેશ પટેલ જણાવી રહ્યા છે.

આ પણ વાંચો…Allu Arjun: અલ્લુ અર્જુનનું ચમક્યું નસીબ, એટલીની ફિલ્મ માટે આટલા કરોડની ઓફર; જાણો વિગત

Gujarati banner 01