RNP singh join bjp

RNP singh join BJP: RPN સિંહે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ, ટૂંક સમયમાં આ પાર્ટીમાં જોડાશે- વાંચો વિગત

RNP singh join BJP: RPN કઇ પાર્ટીમાં જોડાશે તેની પર લોકો ચર્ચા કરી રહ્યા છે તેવામાં આરપીએન સિંહ પોતાના ટ્વિટર હેન્ડલનો બાયો બદલી લીધો

નવી દિલ્હી, 25 જાન્યુઆરીઃ RNP singh join BJP: ઉત્તર પ્રદેશમાં અનેક મોટા નેતાઓ પક્ષપલટો કરીને બીજી પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે. આ જ કડીમાં યુપીમાં કોંગ્રેસના કદાવર નેતા ગણાતા આરપીએન સિંહનું નામ સામે આવી રહ્યું છે. કહેવાય છે કે તેઓ આજે ભાજપમાં જોડાશે. તેમણે પોતાનું રાજીનામું અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે. 

આરપીએન સિંહ યુપીના કુશીનગર જિલ્લાના રહીશ છે. તેઓ યુપીએ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. ચોંકાવનારી વાત એ છે કે યુપી ચૂંટણી માટે તેમનું નામ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં સામેલ હતું. તેઓ પડરૌના વિધાનસભા બેઠકથી કોંગ્રેસ પાર્ટી તરફથી 1996, 2002, અને 2007માં વિધાયક પણ રહી ચૂક્યા છે. 

આ પણ વાંચોઃ Amazon Netflix tie up with anushka company: એમેઝોન, નેટફ્લિક્સે $54 મિલિયન ડીલમાં અનુષ્કાની કંપની સાથે કરાર કર્યા- વાંચો વિગત

તેમણે 4 વાર લોકસભા ચૂંટણી પણ લડી પરંતુ 2009ની ચૂંટણીમાં કુશીનગર સંસદીય વિસ્તારમાંથી જીત્યા અને યુપીએ 2ની સરકારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી બન્યા. જો કે ત્યારબાદ તેમણે 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો. 

એવું કહેવાય છે કે ભાજપમાં સામેલ થયા બાદ આરપીએન સિંહ પડરૌનાથી ચૂંટણી લડી શકે છે. તેઓ ઝારખંડમાં કોંગ્રેસના પ્રભારી પણ રહ્યા છે. જ્યારે યુપી યુથ કોંગ્રેસના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 

નોંધનીય છે કે RPN કઇ પાર્ટીમાં જોડાશે તેની પર લોકો ચર્ચા કરી રહ્યા છે તેવામાં આરપીએન સિંહ પોતાના ટ્વિટર હેન્ડલનો બાયો બદલી લીધો. તેઓએ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા પદની જાણકારી દૂર કરી છે. આ ઉપરાંત સોનિયા ગાંધીને પોતાનું રાજીનામુ પણ મોકલી આપ્યું છે. સિંહે ટ્વિટ કરતા લખ્યું છે કે, આજે જ્યારે સમગ્ર દેશ ગણતંત્ર દિવસનો ઉત્સવ મનાવી રહ્યો છે ત્યારે હું મારા રાજનૈતિક જીવનનો નવો અધ્યાયનો આરંભ કરી રહ્યો છું. જય હિંદ.

Gujarati banner 01