owaisi

AMC Election:ભાજપને હરાવીશું એમ કહેનારા ઓવેસીના પક્ષને લઘુમતી વિસ્તારોમાંથી પણ ઉમેદવારો શોધતા ફાંફા પડ્યા..!

AMC Election:માત્ર 6 વોર્ડમાંથી ઓવેસીના ઉમેદવાર ચૂંટણી લડશે..!

owaisi

અમદાવાદ, 07 ફેબ્રુઆરીઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી(AMC Election)ની તૈયારીઓમાં ભાજપ કોગ્રેસ લાગી ગયું છે. ત્યાં બીજી તરફ આમ આદમી પાર્ટી અને ઓવેસી પણ ગુજરાતમાં પગ જમાવવાના પ્રયત્ન કરી રહ્યું છે. ડંકાની ચોટે ભાજપને હરાવવાની વાત કરનાર ઓવેસીના પક્ષને લઘુમતી પ્રભાવિત વિસ્તારોમાં પણ ઉમેદવારોના ફાંફા પડયા છે. આશ્ચર્યની વાત છે કે, અમદાવાદ શહેરના માત્રનેમાત્ર 6 વોર્ડમાં જ ઓવેસીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.

AIMIM ના ગુજરાતના રાજકારણમાં આગમન થતા જ ખાસ કરીને ભાજપ ખુશખુહાલ છે કેમકે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લઘુમતી મતોનું ધુ્રવિકરણ નક્કી છે જેના કારણે કોંગ્રેસને નુકશાન થવાની ભિતી સતાવી રહી છે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, ઓવેસીના ઉમેદવારોએ જમાલપુર , મકતમપુરા, બહેરામપુરા,ગોમતીપુર, ખાડિયા અને દરિયાપુરમાં ઉમેદવારી નોંધાવી છે. અમદાવાદ શહેરમાં માત્રને માત્ર 6 વોર્ડમાં કુલ મળીને 22 ઉમેદવારોને ચૂંટણી મેદાને છે. દરિયાપુરમાં માત્ર બે ઉમેદવારોએ ફોર્મ ભર્યુ હતું જેના કારણે આખી પેનલ પણ બની શકી ન હતી. લઘુમતી વિસ્તારોમાં ય ઓવેસીના પક્ષને ઝાઝો પ્રતિસાદ સાંપડયો નથી તે સાબિત થયુ છે.

ભાજપને હરાવવા નીકળેલાં ઓવેસીના ઉમેદવારોને કારણે અત્યારથી લઘુમતી વિસ્તારોમાં પણ ભાજપના ઉમેદવારો જીતે તો નવાઇ વાત નહીં. મતોના ધુ્રવિકરણને કારણે ભાજપે એક પણ લઘુમતી ઉમેદવારને ટિકિટ સુધ્ધાં આપી નથી. આમ, અમદાવાદમાં પણ બિહારવાળી થવાની શક્યતા છે.

આ પણ વાંચો..

Destruction due to glacier breakdown: ઉત્તરાખંડના ઋષિગંગા પ્રોજેક્ટમાં ગ્લેશિયર ટૂટવાથી આવી તબાહી, જુઓ વીડિયો સાથે વાંચો સંપૂર્ણ અહેવાલ