AMC

AMC Important Decision: બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને લઈને AMCનો મહત્વપૂર્ણ નિર્ણય

  • સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ તથા પશ્ચિમ છેડેના લોઅર પ્રોમિનાડ સહિત તમામ એક્ટિવીટીઝ તથા અટલ બ્રિજ મુલાકાતીઓ માટે બંધ રહેશે

AMC Important Decision: ૧૫ જૂનથી ગુરૂવારના રોજ બપોરે ૨ વાગ્યાથી ૧૬ જૂન શુક્રવારના રોજ સુધી કિડ્સ સિટી, પ્રાણીસંગ્રહાલય, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક તેમજ અન્ય તમામ રિક્રીએશન એક્ટિવીટીઝ સહિત કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં મોર્નિંગ વોકર્સ માટે બંધ

અમદાવાદ, 14 જૂનઃ AMC Important Decision: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, આગામી ૧૫ જૂનથી ગુરૂવારના રોજ બપોરે ૨ વાગ્યાથી ૧૬ જૂન શુક્રવારના રોજ સુધી કિડ્સ સિટી, પ્રાણીસંગ્રહાલય, બાલવાટીકા, નગીનાવાડી, બટરફલાય પાર્ક તેમજ અન્ય તમામ રિક્રીએશન એક્ટિવીટીઝ સહિત કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં મોર્નિંગ વોકર્સ તેમજ મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ સાથે સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ તથા પશ્ચિમ છેડેના લોઅર પ્રોમિનાડ સહિત તમામ એક્ટિવીટીઝ તથા અટલ બ્રિજ મુલાકાતીઓ માટે “બિપરજોય” વાવાઝોડાની સંભવિત અસરોને ધ્યાને લઇ તકેદારીના ભાગરૂપે જાહેર જનતાની સુરક્ષા અને સલામતીના કારણોસર બંધ રાખવામાં આવશે.

આ પણ વાંચો… RJT Division Trains Affected: ચક્રવાતને કારણે રાજકોટ ડિવીઝનની આ ટ્રેનોને થશે અસર, જુઓ સંપૂર્ણ યાદી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો