Earthquake

Earthquake in Kutch: એક જ સપ્તાહમાં કચ્છની ધરા ફરી ધ્રૂજી, 4ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો- લોકોમાં ડરનો માહોલ

Earthquake in Kutch:આજે વહેલી સવારે કચ્છના ખાવડામાં 4 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે

અમદાવાદ, 01 ફેબ્રુઆરીઃ Earthquake in Kutch: છેલ્લાં અઠવાડિયામાં ત્રણવાર કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે વહેલી સવારે કચ્છના ખાવડામાં 4 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે.

કચ્છની ધરા પર ભૂકંપના આંચકાઓનો સિલસિલો યથાવત છે. આજે સવારે ખાવડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સવારે 8:06 કલાકે 4.00ની તીવ્રતાનો આંચકો રિક્ટર સ્કેલ પર નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ખાવડાથી 30 કિલોમીટર દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટમાં નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે, 28 જાન્યુઆરીએ મોરબી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તો કચ્છના ભચાઉમાં આવેલ ભૂકંપનો આંચકો મોરબી જિલ્લામાં પણ અનુભવાયો હતો. હળવદ, માળિયા અને મોરબી વિસ્તારમાં પોણા પાંચ વાગ્યે ધારા ધ્રુજી હતી.

આ પણ વાંચોઃ Union Budget Mobile App : નાણામંત્રીનું ભાષણ પૂરુ થતા જ આ App પર મળી જશે બજેટની સંપૂર્ણ માહિતી, વાંચો વધુ વિગત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો