Union Budget Mobile App

Union Budget Mobile App : નાણામંત્રીનું ભાષણ પૂરુ થતા જ આ App પર મળી જશે બજેટની સંપૂર્ણ માહિતી, વાંચો વધુ વિગત

Union Budget Mobile App : બજેટની તમામ માહિતી આપવા માટે Union Budget Mobile App ડાઉનલોડ કરવાની રહેશે

બિઝનેસ ડેસ્ક, 1 ફેબ્રુઆરીઃ Union Budget Mobile App : આજે સવારે 11 વાગ્યાથી નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટની વિવિધ જાહેરાતોની શરૂઆત કરી દીધી છે. આ બજેટ પેપરલેટ એટલે કે સંપૂર્ણપણે ડિજીટલ છે. પરંતુ જો તમને બજેટની એક એક માહિતી અને એક એક જાહેરાત જાણવી હોય તો તમે એક ક્લિક પર આ માહિતી મેળવી શકો છો. તમને એક એપ પર બજેટ 2024 ની તમામ માહિતી મળી જશે.

બજેટની તમામ માહિતી આપવા માટે Union Budget Mobile App ડાઉનલોડ કરવાની રહેશે. જેને એનઆઈસી દ્વારા ડેવલપ કરવામાં આવી છે. જેના પર તમને બજેટ સંબંધીત તમામ માહિતી મળી રહેશે.

Union Budget Mobile એપ Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ જેમ બજેટનું આખુ ભાષણ પૂરુ થતા જ બજેટ સાથે જોડાયેલ તમામ ડોક્યુમેન્ટ્સ અને ડિટેઈલ્સ તમને એપ પર મળી જશે.

એપમાં નીચે મુજબની મળી જશે માહિતી

  • નાણામંત્રીનું બજેટ ભાષણ
  • વાર્ષિક નાણાકીય નિવેદન
  • અનુદાનની માંગ (DG)
  • નાણા બિલ
  • FRBM એક્ટ હેઠળ જરૂરી નિવેદનો
  • બજેટ ખર્ચ
  • રસીદ બજેટ
  • ખર્ચ પ્રોફાઇલ
  • એક નજરમાં બજેટ
  • બજેટમાંથી મુખ્ય લક્ષણો
  • બજેટ દસ્તાવેજો
  • આઉટપુટ પરિણામ મોનીટરીંગ ફ્રેમવર્ક
  • ફાઇનાન્સ બિલમાં જોગવાઈઓ સમજાવતું મેમોરેન્ડમ

આ પણ વાંચોઃ Imran Khan Arrest: પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને બે દિવસમાં બે વખત સજા ફટકારવામાં આવી, 10 વર્ષ સજા અને 14 વર્ષની જેલ થઇ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો