5c5c2ea0 2483 44bc 960c ea50bf514207 edited

Aravalli: શામળાજી પોલીસે કારની સીટના ગુપ્ત ખાના માં સંતળેલા રૂ.80 લાખ રોકડા ઝડપ્યા- વાંચો શું છે મામલો

અહેવાલઃ રાકેશ ઓડ

અરવલ્લી,18 એપ્રિલઃ અરવલ્લી(Aravalli) જિલ્લાના શામળાજી નજીકની રાજસ્થાન સરહદને જોડતી રતનપુર ચેકપોસ્ટ ઉપરથી એક કારમાં ચોર ખાણું બનાવી તેમાં ભરી લવાતા 80 લાખ રૂપિયા રોકડા પોલીસે ઝડપી પાડયા છે ત્યાર બાદ આ રોકડ રકમ ભરી લઇ આવતા રાજસ્થાનના બે શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અરવલ્લી(Aravalli) જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના મુજબ શામળાજી પીએસઆઇ તેમના સટાફ સાથે શામળાજી નજીકની રાજસ્થાન સરહદને જોડતી રતનપુર ચેકપોસ્ટ ઉપર કોરોનાને પગલે આરટીપીસીઆર રિપોર્ટ અંગે રાજસ્થાન બાજુથી આવતા વાહનોનું ચેકીંગ કરી રહયા હતા.

તે દરમિયાનમાં રાજસ્થાન બાજુથી એક કિયા કાર આવી રહી હતી જે પણ તપાસ અર્થે ઉભી રખાવી હતી, ત્યાર બાદ આ કારમાં તપાસ હાથ ધરાતા તેમાં આગળની સીટ નીચે ચોર ખાનું બનાવી તેમાં ભરી રાખેલી 80 લાખ રૂપિયાની બિન હિસાબી નોટો મળી આવી હતી. ત્યારે પોલીસે આ અંગે કારમાં બેઠેલા ત્રણ શખ્સોને પુછતા રૂપિયા અંગે કોઈ સંતોષ કારક જવાબ નહિ મળતા આ નોટો સહીત ત્રણેય શખ્સોની અટકાયત કરી જાણવાજોગ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.સમગ્ર મામલે ઈન્ક્મટેક્ષ વિભાગને પણ જાણ કરાઈ છે જ્યારે આ ત્રણેય શખ્સો આ રૂપિયા ક્યાં લઇ જતા હતા કોને આપવાના હતા જુદા મુદ્દે ઝડપાયેલા શખ્સો પાસેથી તપાસ કરવામાં આવી રહી છે

Aravalli

આ મામલે શામળાજી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે આ ગુના હેઠળ મદન રોડીલાલ સાવલી , રાહુલ ગોવિંદરામ ગખરેજા ,અને કિશનલાલ પ્રેમકુમાર લોહાર રહેવાસી રાજસ્થાન નામના ત્રણ શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Aravalli

આ પણ વાંચો….

નાયબ મુખ્યમંત્રી(nitin patel)એ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું- વિનંતી છે કે, જરૂરિયાત મુજબના દર્દી જ હોસ્પિટલમાં દાખલ થવાનો આગ્રહ રાખો, જાણો વધુમાં શું કહ્યું..!