Arjun Modwadia 600x337 1

Arjun Modhwadia letter: કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા નાના બાળકોના ઓનલાઈન શિક્ષણ ઉપર નિયંત્રણની કરી માંગ

Arjun Modhwadia letter: કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનો શિક્ષણમંત્રીને પત્ર ઓનલાઈન શિક્ષણનો સમય વય મુજબ નક્કી થવો જોઈએ- અર્જુન મોઢવાડિયા

૬-૭ વર્ષના નાના બાળકોના ઓનલાઈન શિક્ષણ ઉપર નિયંત્રણ મુકવા તથા તેનાથી ઉપરની ઉંમરના બાળકો માટે કલાકો નિયંત્રિત કરવા બાબત.

  • ધો-૧થી ૬ માં ૩ કલાકથી વધુ ઓનલાઈન ભણાવવું જોઈએ નહીં: અર્જુન મોઢવાડિયા
  • ઓનલાઈન એડીકશન બાળકોને આંતરમુખી અને ચિડીયા બનાવવાનો ભય: અર્જુન મોઢવાડિયા

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાનો શિક્ષણમંત્રીને પત્ર

ગાંધીનગર, ૦૫ જુલાઈ: Arjun Modhwadia letter: સમગ્ર ગુજરાતમાં 7 જુનથી નવા શૈક્ષણીક સત્રનો પ્રારંભ થઈ ચુક્યો છે. જો કે કોરોના મહામારીના કારણે શાળા-કોલેજો બંધ છે. એટલે વિદ્યાર્થીઓને ઘરે બેઠા શિક્ષણ આપી શકાય તે માટે કોમ્પ્યુટર-મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન ક્લાસ ચલાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો…Gujarat AAP: પાર્ટીના પ્રદેશ આગેવાનો અને તેમના પરિવાર ઉપર વારંવાર થતા હુમલાઓ રોકવા અને સલામતી પૂરી પાડવાની રજૂઆત!

Arjun Modhwadia letter: દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે આ ઓનલાઈન શિક્ષણના ક્લાસમાં વિદ્યાર્થીઓની વય, વય સાથે જોડાયેલ એકાગ્રતા કે ગ્રહણ ક્ષમતાને ધ્યાને લીધા વગર ૨ વર્ષના બાળકથી શરૂ કરીને પી.એચ.ડી સુધીના અભ્યાસક્રમ એક સમાન સમય સુધી ઓનલાઈન ભણાવવામાં આવે છે. કે.જી. થી ધોરણ ૫-૬ સુધીના બાળકોને હસતાં-રમતાં ભણાવવા જોઈએ એમ આપણા શિક્ષણશાસ્ત્રીઓ અને બાળ-માનસશાસ્ત્રીઓએ કહેલું છે. પરંતુ કે.જી. અને પ્રાથમિક શાળાના બાળકોને પણ ‘ક્લાસ લેક્ચર’ પદ્ધતિથી જ ઓનલાઈન ભણાવાય તો ભણાવવાના લાભ કરતા બાળ માનસને નુકશાન વધુ થાય છે. તેનાથી નાના બાળકોમાં મોબાઇલ ફોન અને લેપટોપ નું એડીકશન બાળકોને આંતરમુખી અને ચિડીયા બનાવવાનો ભય રહેલો છે.સરવાળે ભણવા તરફ સખત અણગમો ઉભો થવાની શક્યતા રહેલી છે.

Whatsapp Join Banner Guj

મારી આપ ને આગ્રહભરી વિનંતી છે કે કે.જી. એટલે પૂર્વ પ્રાથમિક માં ઓનલાઇન શિક્ષણ ને સંપુર્ણ બંધ કરીને બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવા વિનંતિ છે. ધોરણ ૧ થી ૬ નાં બાળકોને ત્રણ કલાકથી વધુ ઓનલાઈન ભણાવવું જોઈએ નહીં. આ બાબતે નિષ્ણાંતોની સલાહ લઈને ઓનલાઈન શિક્ષણની પદ્ધતિ અને વર્ગ પ્રમાણે ભણતરના કલાકો નક્કી કરવા જોઈએ. આ બાબતે આપ તાકીદે નિર્ણય કરીને વિભાગોને સુચનાઓ અપાવશો તેવી વિનંતી છે.

Arjun Modhwadia letter