Arjun Modawadia visit fising boat porbandar 3

Arjun Modhwadia meet fishermans: રાજ્યમાં જ્યાં બોટ બાંધવાનો ઉદ્યોગ વિકસ્યો હતો તેની જગ્યાએ હવે બોટ તોડવાનું કામ થઈ રહ્યુ છે: અર્જુનભાઈ મોઢવાડિયા

Arjun Modhwadia meet fishermans: એકલા પોરબંદરમાં જ ડીઝલના ઉંચા ભાવ, વ્યવસાયનો અભાવ અને આર્થિક તંગીના કારણે 30 જેટલી માછીમાર બોટ તોડવામાં આવી રહી છે: અર્જુનભાઈ મોઢવાડિયા

  • માત્ર બોટ નથી તુટી રહી, તેની સાથે માછીમાર સમાજની રોજી તુટી રહી છે. બોટ માલીકોના હ્યદય તુટી રહ્યા છે: અર્જુનભાઈ મોઢવાડિયા
  • ભાજપ સરકારે 27 વર્ષમાં એકપણ નવુ બંદર બાંધ્યુ નથી. જે બંદર પહેલાથી હતા તેમાં પણ પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી છે: અર્જુનભાઈ મોઢવાડિયા
  • ભુખ્યાજનોનો જઠારાગ્નિ જાગે એ પહેલા તાકીદે પગલા લો. ડીઝલ, પેટ્રોલ ઉપર સબસીડી આપો. નવા એન્જિન બાંધવા સબસીડી આપો. મકાન ફાળવો અને તેમના બાળકોના શિક્ષણ માટે વ્યવસ્થા કરો: અર્જુનભાઈ મોઢવાડિયા

પોરબંદર, 11 એપ્રિલ: Arjun Modhwadia meet fishermans: એક સમયે ગુજરાતની શાસ સમાન માછીમારી અને કાર્ગો વ્યવસાય અત્યારે અત્યંત કપરી પરિસ્થિતીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે પોરબંદરના બંદર વિસ્તારની મુલાકાત લઈને માછીમાર સમાજના ભાઈઓને પડી રહેલ હાલાકીઓની જાત માહિતી લીધી. જે દરમિયાન અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર સહિત ગુજરાતના સમગ્ર દરિયા કિનારા ઉપર એક સમયે મોટા પાયે માછીમાર અને કાર્ગો બોટ/જહાજોનું નિર્માણ થતુ હતું.

Arjun Modhwadia meet fishermans Porbander
અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરના બંદર વિસ્તારની મુલાકાત લીધી

જેના કારણે હજારો લોકોને રોજગારી મળતી હતી. અહીં તૈયાર થયેલ બોટ માછીમારી કરવા જાય અથવા જહાજો વિદેશમાં કાર્ગો સપ્લાય માટે જાય તેનાથી પણ મોટા પાયે રોજગારીનું સર્જન થતુ હતું અને અબજો રૂપિયાનું વિદેશી હુંડીયામણ ગુજરાતને મળતુ હતું. પરંતુ રાજ્યમાં ભાજપ સરકારની અવગણનાનો ભોગ બનવાના લીધે અત્યારે હાલત કરી છે કે રાજ્યમાં જે બોટ/જહાજ બાંધવાનો ઉદ્યોગ વિકસ્યો હતો તેની જગ્યાએ હવે બોટ/જહાજ તોડવાનું કામ થઈ રહ્યુ છે.

અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે (Arjun Modhwadia meet fishermans) એકલા પોરબંદરમાં જ અત્યારે ડીઝલના ઉંચા ભાવ, વ્યવસાયનો અભાવ અને આર્થિક તંગીના કારણે 30 જેટલી બોટ તોડવામાં આવી રહી છે. આ માત્ર બોટ નથી તુટી રહી, તેની સાથે માછીમાર સમાજની રોજી તુટી રહી છે. બોટ માલીકોન હ્યદય તુટી રહ્યા છે, છતાં રાજ્ય સરકાર માછીમાર વ્યવસાયને બચાવવા કોઈ નક્કર યોજના બનાવી રહી નથી. અર્જુનભાઈ મોઢવાડિયા ઉમેર્યુ હતું કે ભાજપ સરકારે માછીમારોને આપવામાં આવતા ડીઝલના ભાવમાં એકાએક 18 રૂપિયા પ્રતિલિટરનો વધારો ઝીંકીને માછીમારોની કમર તોડી નાખી છે.

Arjun Modhwadia meet fishermans

Arjun Modhwadia meet fishermans: 2013 માં જ્યારે બલ્ક ડીઝલના ભાવમાં 11 રૂપિયા પ્રતિલિટરનો વધારો કરવામાં આવ્યો ત્યારે અમે માછીમાર સમાજના આગેવાનોને સાથે રાખી તત્કાલીન કૃષિમંત્રી શરદ પવારને રજુઆત કરી ભાવ વધારો પાછો ખેચાવ્યો હતો. પરંતુ વર્તમાન સરકાર કોઈની રજુઆતો સાંભળી રહી નથી. અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે કોંગ્રેસ સરકારમાં અપાતી બોટ લોન રાજ્યમાં ભાજપ સરકાર આવ્યા પછી બંધ કરી દેવામાં આવી છે. મંડળીઓના ડીઝલ પંપ ઉપર માછીમારોને સબસીડી સાથે ડીઝલ આપવામાં આવતુ તે બંધ કરી દેવાયુ છે. પીલાણામાં સબસીડી સાથે 300 લિટર કેરોસીન આપવામાં આવતું હતું.

અત્યારે પીલાણામાં કેરોસીનની જગ્યાએ પેટ્રોલ વપરાય છે પરંતુ વર્તમાન ભાજપ સરકાર પેટ્રોલ ઉપર કોઈ સબસીડી આપતી નથી.સબસીડી યુક્ત ડીઝલનો ક્વોટા વધારવાની માંગ લાંબા સમયથી સ્વિકારવામાં આવતી નથી. 2019 માં લોકસભાની ચુંટણી સમયે પોરબંદર ના બંદર માં ફેઈઝ-2 નું બાંધવાનું વચન આપવામાં આવ્યુ હતું જે આજ દિવસ સુધી પૂર્ણ થયેલ નથી.

આ પણ વાંચો..Anniversary of Lord Swaminarayan: કુમકુમ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનની ર૪૧ મી જયંતી અને મંદિરના ર૯ મા પાટોત્સવની ઉજવણી

અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે(Arjun Modhwadia meet fishermans) અભણ માછીમારો માથે ઓનલાઈન ટોકન પ્રથા ભાજપ સરકારે ઠોકી બેસાડી છે. જેના કારણે માછીમારોને વારંવાર પોલીસ હેરાનગતિનો સામનો કરવો પડે છે. બંદર ઉપર ફાયર સેફ્ટિની કોઈ સુવિધા નથી. બંદરના મુખ્યભાગમાં ડ્રેજીંગ થતુ નથી. બંદરમાં રોડ, શૌચાલય જેવી પાયાની સુવિધાઓ પણ નથી. પીલાણા એન્જિનની લાઈફ ત્રણ વર્ષની હોય છે. પરંતુ એન્જિન બાંધવા માટે સબસીડી આપવામાં આવતી નથી. નવા બંદરો બાંધવામાં આવતા નથી. માછીમારોને ઉત્પાદનોના ભાવ મળતા નથી.

Arjun Modhwadia meet fishermans

જેના કારણે ગુજરાતના દરિયાકિનારે સદીઓથી વિકસેલ માછીમાર ઉદ્યોગ ભાંગીને ભુકો થઈ ગયો છે, કાર્ગો ઉદ્યોગની પણ કમર તુટી ચુકી છે. માછીમાર ભાઈઓમાં ભયંકર હતાશા અને નિરાશા છે. આ નિરાશાને આજે બંદરની મુલાકાત દરમિયાન મેં મારી નજર સામે નિહાળી છે. ત્યારે મારી રાજ્ય સરકારને વિનંતી છે કે ભુખ્યાજનોનો જઠારાગ્નિ જાગે એ પહેલા તાકીદે પગલા લો. ડીઝલ, પેટ્રોલ ઉપર સબસીડી આપો. નવા એન્જિન બાંધવા સબસીડી આપો. મકાન ફાળવો અને તેમના બાળકોના શિક્ષણ માટે વ્યવસ્થા કરો.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *