941413 covid 19 vaccine e1623415042928

વ્યવસ્થાઃ વેક્સિન લીધા બાદ જો આડઅસર અનુભવાય તો તાત્કાલિક કરશો સંપર્ક, સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

941413 covid 19 vaccine

અમદાવાદ,૧૬ જાન્યુઆરીઃ કોરાનની વેક્સિનને લઇને ઘણી બધી ચિંતા લોકોમાં જોવા મળી રહી છે. તેને ધ્યાનમાં રાખતા વ્યવસ્થાના ભાગ રુપે એએમસી એ જાહેર કર્યો હેલ્પલાઇન નંબર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વેકિસન આપવામાં આવ્યા બાદ જો કોઈ કેસમાં તેની સામાન્ય કે ગંભીર આડઅસર થાય તો તેવા સંજોગોમાં તત્કાલ સારવાર પુરી પાડવા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત જો કોઈને વેકિસન લીધા બાદ ઘરે ગયા બાદ પણ આડઅસર થાય તેવા સંજોગોમાં જો મ્યુનિ.તંત્રને હેલ્પલાઈન નંબરો ઉપર જાણ કરવામાં આવશે.તો તેને પણ જરુરી સારવાર માટે હોસ્પિટલમાં રીફર કરવામાં આવશે એમ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

Whatsapp Join Banner Guj

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી વીસ સેન્ટર અને બાદમાં મ્યુનિ.સરકારી હોસ્પિટલો અને શાળાઓ એમ કુલ મળીને ૩૦૦ જેટલા સેન્ટરો ઉપરથી વેકિસનેશનની કામગીરી કરવામાં આવનાર છે. વેકિસન લીધા બાદ ૩૦ મિનિટ જે તે સેન્ટર ઉપર વેકિસન લેનારે બેસવાનું હોય છે. જેથી જો કોઈ આડઅસર થાય તો તેને તાત્કાલિક સારવાર આપી શકાય. આમ છતાં બાદમાં ઘરે ગયા પછી પણ જો કોઈને વેકિસનની આડઅસર થાય એવા સંજોગોમાં જો તેના દ્વારા મ્યુનિ.ના હેલ્પલાઈન નંબર-૧૦૪ અથવા ૧૪૪૯૯ ઉપર સંપર્ક કરવામાં આવશે તો તેને જરુરી સારવાર માટે હોસ્પિટલમાં રીફર કરી જરુરી સારવાર આપવામાં આવશે.

Whatsapp Join Banner Guj

મ્યુનિ.દ્વારા વેકિસનની આડઅસર થવાના સંજોગોમાં જરૃરી સારવાર આપવા માટે સુપરવાઈઝર અને વેકિસનેટરને જરૃરી તાલિમ આપવામાં આવી છે. ઉપરાંત સેન્ટરો ઉપર એડ્રીનાઈલ ઈંજેકશનની સાથે લાઈફ સેવિંગ દવાઓની પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો…..

વીડિયો કોન્ફોન્સ દ્વારા વડાપ્રધાને કરાવ્યો મહાઅભિયાનનો પ્રારંભ, વેક્સીન પછી પણ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક જરૂરી, અફવાઓથી બચવાનું PM મોદીએ આપ્યુ સૂચન