558e46c3 6c03 4d32 a343 734688230ebc

જામનગરમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રસીકરણ નો પ્રારંભ, પાંચ કેન્દ્રો પર આપવામાં રસી

558e46c3 6c03 4d32 a343 734688230ebc

અહેવાલઃ જગત રાવલ

જામનગર, 16 જાન્યુઆરીઃ રાજયના અન્ય જિલ્લાઓની સાથોસાથ જામનગરમાં કોરોનાની રસીકરણ નો પ્રારંભ થયો હતો. જામનગર ગ્રામ્ય વિસ્તારોમાં બે અને શહેર ના ત્રણ કેન્દ્રો મળી પાંચ કેન્દ્રો પર કોરોનાની રસી આપવામાં આવી રહી છે.

2d5659e1 d068 4c1f 91da db57825b5366

મેડિકલ કોલેજ કેન્દ્ર પર રાજયના અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ મંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા વિગેરેની હાજરીમાં રસીકરણ નો પ્રારંભ થયો હતો.

Whatsapp Join Banner Guj

જ્યારે નીલકંઠ નગર વિસ્તારમાં પૂર્વ મંત્રી મુળુંભાઈ બેરા, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા પૂર્વ કોર્પોરેટરો વિગેરે ની હાજરીમાં રસીકરણ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લામાં પ્રાથમિક તબક્કામાં ૧૧૦૦૦ આરોગ્ય કર્મીઓ ને કોરોના સામે ની લડતમાં રસીકરણ કરવામાં આવનાર છે.

આ પણ વાંચો….

વ્યવસ્થાઃ વેક્સિન લીધા બાદ જો આડઅસર અનુભવાય તો તાત્કાલિક કરશો સંપર્ક, સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર