Paper leak scandal

Arrest of Yuvraj Singh for speaking on paper leak issue: પેપર લીકનો મુદ્દો ઉઠાવનાર યુવરાજસિંહ જાડેજાની પોલીસે કરી ધરપકડ, વાંચો વિગત

Arrest of Yuvraj Singh for speaking on paper leak issue: યુવરાજ સિંહની પોલીસ સાથે હાથાપાઇ, ધક્કો મારવાનો અને ભાગી જવાનો પ્રયત્ન અને પોલીસની ગાડીને ટક્કર મારવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી

અમદાવાદ, 06 એપ્રિલઃ Arrest of Yuvraj Singh for speaking on paper leak issue: ગુજરાતમાં બેરોજગારો માટે આંદોલન કરીને વારંવાર પેપર લીકનો મુદ્દો ઉઠાવનાર યુવરાજસિંહ જાડેજાની પોલીસે મંગળવારે ધરપકડ કરી હતી. યુવરાજ સિંહની પોલીસ સાથે હાથાપાઇ, ધક્કો મારવાનો અને ભાગી જવાનો પ્રયત્ન અને પોલીસની ગાડીને ટક્કર મારવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહની ગાડીમાં કેમેરો સેટ કરેલો છે. કેમેરાને આધારે જ ગાડી ચડાવવાનો પ્રયાસ રેકોર્ડ થયો છે. અને આ કેમેરાની એફએસએલ તપાસ થશે.

પોલીસે જણાવ્યું કે યુવરાજ સિંહને આજે (બુધવારે) કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમજ પોલીસનું કહેવું છે કે છેલ્લા 3-4 દિવસથી વિદ્યા સહાયક ઉમેદવારોના ધરણા ચાલી રહ્યા છે. વિરોધીઓ વિધાનસભાના ગેટ પર પ્રદર્શન કરી રહ્યા છે. અમારી તરફથી તેમને ઘણી વખત કહેવામાં આવ્યું છે કે તેઓ તેમની વાત યોગ્ય જગ્યાએ રાખે. પરંતુ આંદોલનકારીઓની સદંતર અવગણના કરવામાં આવી રહી છે. તેથી કલમ 188 હેઠળ 55 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Gorakhnath Mandir Attack: ગોરખનાથ મંદિરમાં પીએસી જવાનો પર હુમલો કરનારા આરોપી મુર્તઝા અબ્બાસી પરનો શિકંજો, વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ જણાવ્યું હતું કે આ કેસમાં તેઓ મીડિયા સામે પુરાવા રજૂ કરશે કે યુવરાજ સિંહ દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે. તેણે પોલીસની ગાડીને ટક્કર મારી છે. પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. જેમ જેમ આ કેસમાં પુરાવા ઉપલબ્ધ થશે તેમ તેમ કલમો વધારવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, યુવરાજ લાંબા સમયથી બેરોજગારો માટે આંદોલન ચલાવી રહ્યા છે. યુવરાજ સિંહે અત્યાર સુધીમાં 10 થી વધુ પેપર લીક કેસનો પર્દાફાશ કર્યો છે. ત્યારબાદ સરકારે આ પરીક્ષાઓ પણ રદ્દ કરવી પડી હતી. જણાવી દઈએ કે યુવરાજ સિંહ મંગળવારે આંદોલનમાં ભાગ લેવા ગાંધીનગર પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ Rashi bhavishya: 7 એપ્રિલે મંગળનું રાશિ પરિવર્તન; 40 દિવસ સુધી શનિ-મંગળનો અશુભ યોગ રહેશે- આ રાશિના જાતકોનું ખૂલશે ભાગ્ય

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.