Attempted robbery in jewellery shop

Attempted robbery in jewellery shop: રામોલમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ, જાણો પછી શું થયું…

Attempted robbery in jewellery shop: વેપારીએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ જતાં લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા

અમદાવાદ, 14 એપ્રિલ: Attempted robbery in jewellery shop: અમદાવાદના રામોલ ખાતે જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીં 3 બુકાનીધારી હથિયાર સાથે દુકાનમાં પ્રવેશ્યા હતા. વેપારી અને ગ્રાહકને ડરાવીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વેપારીએ પ્રતિકાર કરતા બુકાનીધારીઓ ફરાર થયા હતા. સોની વેપારી પાસેથી એક લાખની માંગણી કરી હતી. વેપારીએ બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ જતાં લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. 

અમદાવાદમાં રામોલમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટના પ્રયાસ બાદ પ્રતિકાર કરતા આજુ-બાજુ લોકો ભેગા થઈ ગયા હતા. જો કે, આ મામલે સીસીટીવીમાં લૂંટના ઈરાદાથી આવેલા લોકો કેદ થયા હતા. જેથી આ મામલે આજુ -બાજુના લોકો પણ એલર્ટ થઈ ગયા છે. 

આ પ્રકારે અમદાવાદમાં અવાર નવાર લૂંટની ઘટનાઓ સામે આવતી હોય છે તેમાં પણ ખાસ કરીને દુકાનમાં જઈને લૂંટ કરવાના બનાવો સામે આવી રહ્યા છે.ત્યારે સીસીટીવીના આધારે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવે છે. રામોલમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરાતા આ મામલે પણ કાર્યવાહી સીસીટીવીના આધારે કરવામાં આવતા શોધવામાં આવશે. 

અમદાવાદમાં ખાસ કરીને અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ વેપાપીઓ સાથે બની ચૂકી છે ત્યારે વેપારીઓ પણ આ પ્રકારે સોના ચાંદીના વેપાર સાથે જોડાયેલા છે. ત્યારે તેમને પણ સાવધાની બરતી જરૂરી છે.

આ પણ વાંચો: Jagdamba talwar of chhatrapati shivaji: છત્રપતિ શિવાજીની પ્રતિષ્ઠિત ‘જગદંબા’ તલવાર આવશે ભારત, પણ ફક્ત આટલા વર્ષ માટે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો