Ayodhya Darshan Train

Ayodhya Darshan Train: અમદાવાદથી અયોધ્યા માટે શ્રદ્ધાળુઓને લઈને ઉપડી ટ્રેન, મુખ્યમંત્રીએ કરાવ્યું પ્રસ્થાન

Ayodhya Darshan Train: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રેલવે સ્ટેશનથી આસ્થા સ્પેશ્યલ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

અમદાવાદ, 08 ફેબ્રુઆરીઃ Ayodhya Darshan Train: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશ્યલ ટ્રેનને બુધવારે રાત્રે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા, પ્રભુશ્રી રામચંદ્રજી પ્રત્યેની અડગ શ્રદ્ધા અને સમર્પણ ના પરિણામે અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં રમલલ્લા બિરાજમાન થયા છે.

આ ભવ્ય રામમંદિરના દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે તે હેતુસર અમદાવાદ થી અયોધ્યાની આસ્થા સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. અમદાવાદના વિવિધ વિસ્તારો અને જિલ્લાના ૧૪૦૦ જેટલા શ્રદ્ધાળુઓને અયોધ્યા શ્રીરામ લલ્લાના દર્શન કરાવવા માટે લઈ જઈ રહેલી આ આસ્થા સ્પેશ્યલ ટ્રેનને સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ રવાના કરાવી હતી.

આ ટ્રેનને પ્રસ્થાન કરાવતા પહેલા મુખ્યમંત્રીએ શ્રદ્ધાળુઓ સાથે મુલાકાત કરી હતી અને સફળ યાત્રાની શુભેચ્છાઓ આપી હતી. અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામ લલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ છલકાઈ રહ્યો હતો. સાબરમતી રેલવે સ્ટેશન પરનો સમગ્ર માહોલ ટ્રેન પ્રસ્થાન અવસરે રામમય બન્યો હતો.

સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, તેમજ અમદાવાદ શહેરના ધારાસભ્યઓ, પ્રભારી સંજય પટેલ, સહ કોષાધ્યક્ષ અને સહપ્રભારી ધર્મેન્દ્ર શાહ તેમજ અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો… DRI Seized Areca Nuts: DRIએ મુન્દ્રા પોર્ટ ખાતેથી એરેકા નટ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો