DRI Seized Areca Nuts

DRI Seized Areca Nuts: DRIએ મુન્દ્રા પોર્ટ ખાતેથી એરેકા નટ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો

DRI Seized Areca Nuts: બેઝ ઓઈલ’ રખાતા ડ્રમમાં છુપાવવાની નવીન પદ્ધતિઓ અપનાવીને ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો

અમદાવાદ, 07 ફેબ્રુઆરીઃ DRI Seized Areca Nuts: એરેકા નટ્સના તસ્કરો સામે ડીઆરઆઈએ મોટી કાર્યવાહી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ડીઆરઆઈએ 83.352 મેટ્રિક ટન એરેકા નટ્સ જપ્ત કર્યા છે, જેની કિંમત 5.71 કરોડ રુપિયા છે. સંબંધિત આયાત દસ્તાવેજોમાં બેઝ ઓઇલ તરીકે જાહેર કરીને દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.

ડીઆરઆઈના અધિકારીઓ દ્વારા ચોક્કસ ગુપ્ત માહિતી મેળવવામાં આવી હતી કે, યુએઈથી મુન્દ્રા પોર્ટમાં જે કન્સાઇન્મેન્ટ આવ્યું હતું તેમાં મિસ-ડિક્લેર્ડ કાર્ગો હશે. ઉપરોક્ત ગુપ્ત માહિતીના આધારે ડીઆરઆઈ અમદાવાદ ઝોનલ યુનિટના અધિકારીઓ દ્વારા કન્ટેનરની તપાસ કરવામાં આવી હતી.

કન્ટેનરની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે તમામ 738 ડ્રમ્સમાં હતા જેમાંથી 658 ડ્રમ્સમાં સ્પ્લિટ સ્વરૂપમાં એરેકા નટ્સ હતા, જ્યારે 80 ડ્રમ્સમાં ઓઇલી પ્રવાહી ‘બેઝ ઓઇલ’ હતું જેનો ઉપયોગ દરેક કન્ટેનરમાં એરેકા નટ્સ ધરાવતા ડ્રમ્સને છુપાવવા માટે કરવામાં આવતો હતો.

‘એરેકા નટ્સ ઇન સ્પ્લિટ ફોર્મ’નો કુલ જથ્થો 83.352 મેટ્રિક ટન હોવાનું જણાયું છે અને તેની કિંમત રૂ.5.71 કરોડ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત જાહેર કરાયેલી ચીજવસ્તુઓ બેઝ ઓઇલને બદલે રૂ.6.17 લાખની કિંમતનું છુપાવવા માટે ઉપયોગમાં લેવાતું 14.383 મેટ્રિક ટન તૈલી પ્રવાહી (બેઝ ઓઇલ) પણ મળી આવ્યું હતું.

ઉપરોક્ત એરેકા નટ્સનો જથ્થો રૂ. 5.71 કરોડની કિંમતનો 83.352 મેટ્રિક ટન અને રૂ. 6.17 લાખની કિંમતનો “14.383 મેટ્રિક ટન તૈલી પ્રવાહી (બેઝ ઓઇલ)”નો કવર કાર્ગો કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યો હતો.

સ્થાનિક ઉદ્યોગની સુરક્ષા માટે એરેકા નટની આયાત પર ઊંચા ટેરિફ મૂલ્ય અને 110 ટકા ડ્યુટી માળખું જોવા મળે છે. તેનાથી બચવા માટે અપ્રમાણિક આયાતકારોએ એરેકા નટ્સની આયાતમાં ખોટી જાહેરાતનો આશરો લીધો છે. ‘એરેકા નટ્સ’ની આવી ગેરકાયદે દાણચોરીનો પર્દાફાશ કરતાં ડીઆરઆઈ મોખરે રહ્યું છે.

અપનાવવામાં આવેલી હાલની મોડસ ઓપરેન્ડી નવી છે જેમાં સ્પ્લિટ એરેકા નટ્સને ડ્રમ્સમાં ભરવામાં આવ્યા હતા અને કસ્ટમ્સ સત્તાવાળાઓ દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ ન થાય તે માટે ‘બેઝ ઓઇલ’ તરીકે જાહેર કરવામાં આવેલા કન્સાઇન્મેન્ટમાં છુપાવવામાં આવ્યા હતા. વધુમાં આઈઈસી પરિસરમાં જાહેર કરાયેલા આયાતકારનું પણ અસ્તિત્વ જ ન હોવાનું જાણવા મળે છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો… PM Modi in Rajya Sabha: રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ અંગે પ્રધાનમંત્રીનો પ્રત્યુત્તર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો