Doniyer co Ayurved 2 1

ડોનિયર કંપની ખાતે આયુર્વેદ-હોમિયોપેથીક નિદાન સારવાર અને ઉકાળા વિતરણ કેમ્પ યોજાયો

Doniyer co Ayurved
  • પલસાણા તાલુકાના જોળવા સ્થિત ડોનિયર કંપની ખાતે આયુર્વેદ-હોમિયોપેથીક નિદાન સારવાર અને ઉકાળા વિતરણ કેમ્પ યોજાયો
  • ડોનિયર કંપનીના ૨૧૬ શ્રમિકો અને કર્મચારીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો
whatsapp banner 1

અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત

સુરત, ૦૬ ડિસેમ્બર: કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયના નેશનલ આયુષ મિશન અનુદાનિત ‘આયુષ ગ્રામ પ્રકલ્પ પ્રોજેકટ’ અંતર્ગત પલસાણા તાલુકાના આયુષ ગ્રામ, જોળવા સ્થિત ડોનિયર કંપની ખાતે આયુર્વેદ-હોમિયોપેથીક નિદાન સારવાર અને ઉકાળા વિતરણ કેમ્પ યોજાયો હતો. જેમાં ડોનિયર કંપનીમાં કામ કરતાં ૨૧૬ શ્રમિકો અને કર્મચારીઓએ લાભ લીધો હતો.
આયુષ અને સુરત જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય મિલનભાઈ દશોંદીના માર્ગદર્શન હેઠળ આયોજિત કેમ્પમાં સામાજિક અંતર જાળવી સરકારની કોવિડ ૧૯ની ગાઈડલાઈન્સનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું. દરેક લાભાર્થીનું ટેમ્પરેચર ગનથી તાપમાન માપીને પ્રવેશ આપવામાં આવ્યો, તથા સર્વેને હેન્ડ સેનેટાઈઝરથી સેનેટાઈઝ કરાયા હતા. દરેકને હેલ્થ અવેરનેસ પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું.

Doniyer co Ayurved 2


આ પ્રસંગે જોળવાના આયુષ મેડિકલ ઓફિસર વૈદ્ય કાજલ મઢીકર, ડોનિયર કંપનીના ડાયરેક્ટરશ્રી અનુપસિંઘ, પ્લાન્ટ હેડ સુનિલ ટેલર, ઈ.એચ.એસ.હેડ શિરીષ ખત્રી, એચ. આર. લાયઝનિંગ ઓફિસર યોગેશ વાઘ, એચ.આર.એડમિનિસ્ટ્રેટર યતેંન્દ્રસિંહ, અમલસાડીના આયુષ મેડિકલ ઓફિસર વૈદ્ય રિન્કુ ઘેલાણી, દસ્તાનના મેડિકલ ઓફિસર વૈદ્ય રૂચિતા તેજાણી, બગુમરાના મેડિકલ ઓફિસર વૈદ્ય રચના રાણા, ફાર્માસિસ્ટશ્રી રમેશભાઈ રાવલ અને મનહરભાઈ પરમાર, આયુષ સ્ટાફ શ્રીમતિ હેમલતા ઢીંમર, ઉર્વશી પરમાર સહિત ડોનિયરના કર્મચારીઓ, શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *