Garba umbrela

Ban entry of non-Hindus in Garba: ‘લવ જેહાદ’ રોકવા માટે ગરબામાં અહિંદુઓની પ્રવેશબંધી કરો: હિંદુ જનજાગૃતિ સમિતિ

Ban entry of non-Hindus in Garba: નવરાત્રિ-ઉત્‍સવ મંડળો અને ગરબા આયોજકોને હિંદુ જનજાગૃતિ સમિતિનું આવાહન !

 અમદાવાદ, 14 ઓક્ટોબર: Ban entry of non-Hindus in Garba: નવરાત્રિ-ઉત્‍સવ તુરંત જ આરંભ થવાનો છે. અદિશક્તિની જાગૃતિ કરવાનો આ ઉત્‍સવ; પરંતુ આ જ સમયે ‘લવ જેહાદીઓ’ સ્‍ત્રીશક્તિનો સંહાર કરવા માટે ઉદ્યુક્ત થાય છે. પોતાની ખરી ઓળખાણ છુપાવીને હિંદુ નામ ધારણ કરીને, કાંડે ગંડોદોરો બાંધીને લવ જેહાદીઓ ગરબામાં ઘૂસતા હોય છે. તેથી આ સમયે હિંદુ છોકરીઓ તેમજ મહિલાઓ ‘લવ જેહાદ’ને બલિ ચડ્યા હોવાની ઘટનાઓ મોટા પ્રમાણમાં ધ્‍યાનમાં આવે છે. 

આ પૃષ્‍ઠભૂમિ પર હિંદુ છોકરીઓ તેમજ મહિલાઓની સુરક્ષા માટે તેમજ કાયદો-સુવ્‍યવસ્‍થા રાખવા માટે અહિંદુઓની ગરબામાં પ્રવેશબંધી કરવી અને આ પ્રમાણેનો મોટો ફલક પ્રત્‍યેક ગરબાના ઠેકાણે લગાડવો, એવું આવાહન હિંદુ જનજાગૃતિ સમિતિએ નવરાત્રિ-ઉત્‍સવના મંડળો અને ગરબા આયોજકોને કર્યું છે.

Export Duty On Rice: ચોખાના વધતા ભાવથી મળશે રાહત! હવે સરકારે આ લીધો નિર્ણય…

    હાલમાં જ રાષ્ટ્રીય નિશાનબાજ તારા સહદેવનેે હિંદુ તરીકે ઓળખાણ આપીને વિવાહ કરનારા અને ત્યાર પછી ઇસ્લામ કબૂલ કરવા માટે મારપીટ કરનારા તેના પતિ રકીબુલ હસનને ઝારખંડ ખાતેના સીબીઆયના વિશેષ ન્યાયાલયે જન્મટીપની, તેમજ ધર્માતર માટે દબાણ કરનારા રકીબુલના માતાને 10 વર્ષની સજા કરવામાં આવી છે. આ પ્રકરણ દ્વારા ‘લવ જેહાદ’ ફરી એકવાર કાયદેસર દૃષ્ટિએ સિદ્ધ થયો છે. ગત કેટલાક વર્ષોમાં હિંદુ છોકરીઓને કોઈને કોઈ પ્રકારે ખોટા પ્રેમના જાળામાં ફસાવીને તેમનું ધર્માતરણ કરવામાં આવ્યું છે, જ્યારે તેનો વિરોધ કરનારી અનેક શ્રદ્ધા વાલકરની નિર્ઘૃણ હત્યાઓ કરવામાં આવી છે.

Ban entry of non-Hindus in Garba
રમેશ શિંદે, રાષ્‍ટ્રીય પ્રવક્તા, હિંદુ જનજાગૃતિ સમિતિ

‘લવ જેહાદ’ વિશે કેવળ હિંદુ સંગઠનો જ નહીં, જ્યારે અનેક ખ્રિસ્તી સંગઠનો અને ખ્રિસ્તી ધર્મગુરુઓએ પણ અવાજ ઉઠાવ્યો છે. તેમજ કેરળમાંના કમ્યુનિસ્ટ પક્ષના બે ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ ઓમાન ચંડી અને વી.એસ્. અચ્યુતાનંદને, તેમજ કેરળ ઉચ્ચ ન્યાયાલયે પણ ‘લવ જેહાદ’ની ભીષણતા માન્ય કરી છે. આને કારણે જ દેશના છ રાજ્યોમાં ‘લવ જેહાદ વિરોધી કાયદો’ કરવામાં આવ્યો છે અને મહારાષ્ટ્ર, ગોવા ઇત્યાદિ રાજ્યોમાં આ કાયદો બનાવવાની માગણી જોર પકડી રહી છે. 

મહારાષ્ટ્રમાં આ કાયદો બને, તે માટે સમિતિ સહિત વિવિધ હિંદુત્વનિષ્ઠ સંગઠનોએ મોટી સંખ્યામાં મોરચા કાઢ્યા છે, તેમજ મા. મુખ્યમંત્રીએ પણ ‘લવ જેહાદ વિરોધી કાયદો’ કરવા માટે વચન આપ્યું છે.

   આ જ પુષ્ઠભૂમિ પર હિંદુ છોકરીઓને ‘લવ જેહાદ’થી બચાવવા માટે ગરબાના ઠેકાણે પ્રવેશ દ્વાર પર સુરક્ષાવ્યવસ્થા ઊભી કરવી. તેમાં ગરબામાં પ્રવેશ કરનારા પ્રત્યેક જણનો આધારકાર્ડ તપાસવો, તેમનાં નામની ચોકસાઈ કરવી અને પછી જ પ્રવેશ આપવો. તેમજ પ્રત્યેક છોકરાને-પુરુષને અંદર જતી વેળાએ તિલક લગાડવું. જેથી અહિંદુ ‘લવ જેહાદીઓ’ને આ ઉત્સવથી દૂર રાખી શકાશે, પરિણામે હિદુ છોકરીઓ તેમજ મહિલાઓ સુરક્ષિત રહેશે, એમ સમિતિએ કહ્યું છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો