India Won Against Pakistan

India Won Against Pakistan: વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને સતત આઠમી વખત હરાવ્યું, આ ખેલાડી રહ્યો જીતનો હીરો…

  • ટીમ ઈન્ડિયા સારી રનરેટ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર

India Won Against Pakistan: જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગના કારણે તેને પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો

અમદાવાદ, 14 ઓક્ટોબરઃ India Won Against Pakistan: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને એકતરફી હાર આપી છે. ભારતે કટ્ટરહરિફ પાકિસ્તાનને 7 વિકેટે પરાજય આપ્યો છે. ભારતને મળેલા 192 રનના ટાર્ગેટને ટીમે 30.3 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો.

ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્માએ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેણે 86 રન બનાવ્યા હતા. તો શ્રેયસ અય્યરે 53* રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહીન શાહ આફ્રિદીએ 2 વિકેટ જ્યારે હસન અલીને 1 વિકેટ મળી હતી. જસપ્રીત બુમરાહની શાનદાર બોલિંગના કારણે તેને પ્લેયર ઑફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સતત આઠમી જીત..

ભારતની વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે આ સતત આઠમી જીત છે. અગાઉ સાત વખત પણ ભારતને પાકિસ્તાન સામે એકતરફ જીત મળી છે. આ જીત સાથે જ ભારતીય ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર પહોંચી ગયું છે.

ટીમ ઈન્ડિયા પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર, NRR સારી રહે માટે જલદી ચેઝ કર્યો

ટીમ ઈન્ડિયાને 192 રનનો સામાન્ય ટાર્ગેટ મળ્યો હતો. ટીમે શરૂઆત શાનદાર કરી હતી. કેપ્ટન રોહિત અને શુભમન ગિલે સારી શરૂઆત કરી હતી. ટીમે પાવરપ્લેમાં 79 રન બનાવી લીધા હતા. ગિલ અને વિરાટની વિકેટ પડ્યા પછી પણ રોહિતે પોતાની રીતે ફટકાબાજી ચાલુ રાખતા વધુ એક અડધી સદી ફટકારી હતી.

ટીમ ઈન્ડિયાની જલદી ચેઝ કરવાની વ્યૂરચનાથી પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર ભારત પહોંચ્યું છે. ઉપરાંત પાછળથી પણ NRR સારી રહે તે માટે આ ટાર્ગેટને સરળતાથી ચેઝ કરી લીધો હતો.

આ પણ વાંચો…. Sabarmati-Daulatpur Chowk Express Train Stoppage: સાબરમતી-દૌલતપુર ચૌક એક્સપ્રેસ ટ્રેન આ સ્ટેશન પર નહીં રોકાય

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો