ambaji bjp winner

Banaskatha: કુંભારીયા બેઠક ઉપર અને જીતપુર બંને બેઠક ઉપર કોગ્રેસના ઉમેદવારો વિજેતા થતા તેમને વિજય સરઘસ પણ કાઢ્યો

Banaskatha:આદિવાસી વિસ્તારના દાંતા તાલુકામાં તાલુકા પંચાયતની 2 બેઠકો ખાલી પડતાં પેટા ચુંટણી યોજાઇ હતી. આજે દાંતા મામલતદાર કચેરી બન્ને બેઠકો ની મતગણતરી યોજવામાં આવી હતી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, ૦5 ઓક્ટોબર: Banaskatha: બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી બેઠકો માટે જેની મતગણતરી આજે હાથ ધરાઈ હતી જેમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારના દાંતા તાલુકામાં તાલુકા પંચાયતની 2 બેઠકો ખાલી પડતાં પેટા ચુંટણી યોજાઇ હતી. આજે દાંતા મામલતદાર કચેરી બન્ને બેઠકો ની મતગણતરી યોજવામાં આવી હતી.

આ તબક્કે સવારે કચેરીમાં સન્નાટો જોવા મળ્યો હતો ઉમેદવાર સુધા મોડા પહોંચ્યા હતા અને મોડે ગણતરી શરૂ થઈ હતી જેમાં વર્ષોથી જે સીટ કોંગ્રેસ પાસે હતી તે ફરી કબજે કરી હતી જોકે આ પ્રસંગે જીત થતા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ચાલુ ઓફિસે મીઠાઈ વહેંચવાની શરૂઆત કરી હતી કુંભારીયા બેઠક ઉપર અને જીતપુર બંને બેઠક ઉપર કોગ્રેસના ઉમેદવારો વિજેતા થતા તેમને વિજય સરઘસ પણ કાઢ્યો હતો.

ambaji winner candidate

આ વખતે આપ પાર્ટી એ પોતાનો પ્રયાસો કર્યા હતા પણ તેને હાર મળી હતી એટલું જ નહીં જીતેલા ઉમેદવાર એ ભલે એક વર્ષ મળી હોય તેને લઈ પોતે વિકાસના કામ કરવાની પણ ખાતરી આપી હતી જોકે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી ત્યાં તાલુકા ચૂંટણી અધિકારી તેમજ મામલતદારે જીતેલા ના બંને ઉમેદવારનાં નામ જાહેર કર્યા હતા

આ પણ વાંચોઃ Aryan khan drug Case: NCBની પૂછપરછમાં કહ્યું, અબ્બુજાન શાહરુખને મળવા માટે અપોઇન્ટમેન્ટ લેવી પડે છે

Whatsapp Join Banner Guj