deesa bank

ડીસા જમીન વિકાસ બેંકની ચૂંટણીનો (bank election) રાજકીય ગરમાવો

bank election

Bank election: ૬ બેઠક માટે ૨૧ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

અહેવાલ: ભરત સુંદેશા
બનાસકાંઠા, ૦૪ માર્ચ:
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના (bank election) પડઘમ માંડ શાંત થયા બાદ બનાસકાંઠા જિલ્લાની ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક ( જમીન વિકાસ બેન્ક) ડીસા શાખાની ચૂંટણીને લઈ સરહદી જિલ્લામાં ઉનાળાના આરંભે ગરમાવો છવાયો છે.

જિલ્લાના મોટાભાગ ના તાલુકા મથકે ફોર્મ ભરાયા છે અને જેમાં વધુ ઉમેદવારો નો રાફડો ફાટતા આ વખતે બિનહરીફ બેઠકો થવી મુશ્કેલ છે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ વિચારધારા વાળા વ્યક્તિઓ અને રાજનેતાઓ મેદાને આવતા ચૂંટણી રોમાંચક બનશે.

જમીન વિકાસ બેન્ક ડીસા શાખાના ચાર પ્રતિનિધિ અને બે સભ્યોની ચૂંટણી (bank election) યોજાનાર છે. જેના ૪ માર્ચના રોજ ફોર્મ ભરવાની મુદતે ઉમેદવારોએ ફોર્મ ભરવા લાઈનો લગાવી દીધી હતી. જેમાં અંતિમ મુદત સુધીમાં કુલ ૨૧ ફોર્મ ભરાયા હતા. જેમાં ચાર જિલ્લા પ્રતિનિધિની બેઠક માટે ૧૩ અને બે શાખા સભ્યની બેઠક માટે ૮ ઉમેદવારોએ ફોર્મ ભરી ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યું છે.

Whatsapp Join Banner Guj

રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણીમાં (bank election) પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈએ પોતાના પુત્ર અને ભાઈઓને ઉમેદવાર બનાવ્યા છે. પરંતુ તેમની સામે યુવા કલ્યાણ રબારીએ ઉમેદવારી નોંધાવી છે. તેથી ચૂંટણી રોમાંચક બની ગઈ છે. જો કે ચૂંટણીના ફોર્મ ભરવા અને પરત ખેંચવાની પ્રક્રિયા આગામી ૧૮ માર્ચ સુધી ચાલશે ત્યારબાદ જો બેઠકો બિનહરીફ નહિ થાય તો ૧૮ માર્ચ પછી ચૂંટણીની જાહેરાત કરાશે.હાલમાં તો ચૂંટણીને લઈ જિલ્લાના રાજકીય અને સહકારી ક્ષેત્રે ભારે ગરમાવો છવાયો છે.

પૂર્વ ધારાસભ્ય અને હાલના જિલ્લાના બોર્ડ ઓફ ડિરેકટર ગોવાભાઇ દેસાઈ એ આ વખતે પોતાના પરિવારના સભ્યો ને જ ઉમેદવાર બનાવ્યા છે જેમાં ગોવાભાઇઅને તેમના બે ભાઈઓ અને પુત્ર ને ઉમેદવાર બનાવતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.જોકે ગોવાભાઈ જેમને સાથ આપે છે તે વારંવાર ગદ્દારી કરતા હોય કદાચ એ માટે જ પરિવાર ને ઉમેદવાર બનાવ્યા હોઈ શકે.

આ પણ વાંચો…

અંબાજી મંદિર ટ્રસ્ટ ને આજે રૂપિયા 51.54 લાખ ની કિંમત નુ 1100 ગ્રામ સોનાનુ દાન (Gold donation) મળ્યુ

અંબાજી મંદિર ટ્રસ્ટ ને આજે રૂપિયા 51.54 લાખ ની કિંમત નુ 1100 ગ્રામ સોનાનુ દાન (Gold donation) મળ્યુ