7407c3defbd08fb25d56b10c570c3f39 edited

ઓસ્ટ્રેલિયન મંત્રીના નિવેદનથી BCCI નારાજ, સિડની ટેસ્ટ બાદ લઈ શકે છે મોટો નિર્ણય

7407c3defbd08fb25d56b10c570c3f39 edited

સ્પોર્ટ્સ ડેસ્ક, 04 જાન્યુઆરીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરિઝની ચોથી મેટ સિડની શહેરમાં જ યોજાવવાની છે. પરંતુ અહીંની રાજ્ય સરકારે ક્વારેન્ટાઈન સંબંધિત કડક નિયમો અને શરતો રાખી છે. આ નિયમોનું પાલન કરવા માટે ભારતીય ટીમ ઈન્કાર કરી રહી છે, કારણ કે તેઓ છેલ્લા 5-6 મહિનાથી સતત ક્વારેન્ટાઈન હેઠળ રહી રહ્યાં છે. એક તરફ ભારતીય ટીમ બાકીની બંને મેચ સિડનીમાં જ રમવા માગે છે તો બીજી તરફ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કાર્યકારી CEO નિક હોકલેએ જણાવ્યું કે, અંતિમ ટેસ્ટ બ્રિસ્બેનમાં જ રમાશે, તેમને આ અંગે વાંધો હોય તેવો કોઈ જ મેસેજ BCCI તરફથી મળ્યો નથી.

જ્યારે ભારતીય ટીમ બ્રિસ્બેનમાં ફરી ક્વારેન્ટાઈન નથી થવા માગતી તેવી અટકળો સામે આવી ત્યારે ક્વિન્સલેન્ડના મંત્રી રોસ બેટ્સે નિવેદન આપ્યું હતું કે, ‘જો ટીમ ઈન્ડિયાને નિયમોના પાલન સાથે રમવામાં વાંધો હોય તો તેઓ અહીં ના આવે.’ બેટ્સના આ નિવેદનથી ભારતીય બોર્ડ ઘણું નારાજ છે અને એવું માને છે કે, ઓસ્ટ્રેલિયન મંત્રીના નિવેદનથી ભારતીય ટીમની છબી ખરાબ થઈ રહી છે.

whatsapp banner 1

બોર્ડના અધિકારીએ જણાવ્યું કે, ‘ભારતીય ટીમ હાલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને સાથ આપી સીરિઝને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તાજેતરમાં જે નિવેદનો કરવામા આવી રહ્યાં છે તેના કારણે સિડની ટેસ્ટ બાદ ચોથી ટેસ્ટ રમવા જવાના બદલે પ્રવાસનો અંત લાવી ટીમ ઈન્ડિયા પરત ફરી શકે છે.’ અધિકારીએ કહ્યું કે,‘જનપ્રતિનિધિ તરફથી આવેલ નિવેદન ભારતીયોની ખરાબ છબિ દર્શાવે છે, ભારતીય ખેલાડીઓ નિયમ અનુસાર આગળ વધવા તૈયાર છે અને રોહિત શર્માનું ક્વારેન્ટાઈન પિરિયડમાં રહેવાની ઘટના તેનું મોટું ઉદાહરણ છે. ઓસ્ટ્રેલિયન મંત્રીએ જે અંદાજ અને ભાષામાં નિવેદન આપ્યું તે ભડકાઉ અને વંશવાદથી ભરેલું જોવા મળ્યું. તેથી અંતિમ ટેસ્ટ રમવી કે નહીં અંગે વિચાર કરાય તો નવાઈ નહીં.’

આ પણ વાંચો…

કેટરીનાએ ભૂલથી પોસ્ટ કરી દીધો વિક્કી સાથે નો ફોટો, પછી તરત જ ડિલિટ કર્યો- જુઓ તે ફોટો