Bhachau farmer demand: કોન્ટ્રાકટર દ્વારા માંગ સંતોષવામાં ન આવતા જમીન માલિકે વીજ ટાવરમાં 60 ફૂટની ઊંચાઈ પર બેસી આપઘાતની ચીમકી ઉચ્ચારી

Bhachau farmer demand: ખેડૂત દ્વારા વીજ ટાવર પર બેસીને જ વીડિયો વાઈરલ કરવામાં આવતા તંત્ર દોડતું થયું

અમદાવાદ, ૨૧ માર્ચ: Bhachau farmer demand: ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા શિકારપુર ગામના રમેશ પટેલ નામના જમીન માલિકે પોતાના ખેતરમા લગાડેલા વીજ ટાવર અને તેમાંથી પસાર કરવામાં આવેલા વીજ તાર બાબતે સંબધિત કંપની સામે વળતરની માગ કરી હતી. પરંતુ જવાબદાર વીજ તાર લગાડતી કંપનીના કોન્ટ્રાકટર દ્વારા માંગ સંતોષવામાં (Bhachau farmer demand) ન આવતા જમીન માલિકે 200 ફૂટ ઊંચા વીજ ટાવરમાં 60 ફૂટની ઊંચાઈ પર બેસી આપઘાતની ચીમકી ઉચ્ચારી હતી.

ખેડૂત દ્વારા વીજ ટાવર પર બેસીને જ વીડિયો વાઈરલ કરવામાં આવતા તંત્ર દોડતું થયું છે. પોલીસ દ્વારા નીચેથી ફોન દ્વારા રમેશ પટેલને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. છ કલાક સુધી ટાવર બેસી રહ્યા બાદ રમેશ પટેલ જાતે જ નીચે ઉતરી ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેને વધુ પૂછપરછ મા્ટે પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

આ પણ વાંચો: Custom online information: કસ્ટમ હાઉસ એજન્ટસ એસોસીએશનના પ્રતિનિધિઓ તથા સ્થાનિક શિપિંગ એજન્ટના સભ્યો સાથે એક સંયુક્ત બેઠકનું આયોજન

આ વિશે શિકારપુર ઓ.પી.ના કોન્સ્ટેબલ મહેશભાઈનો સંપર્ક કરતા તેમણે આ વાતનું સમર્થન આપતા જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાંજ સામખીયાળી પીઆઇ એન.કે.ચૌધરી સહિતનો સ્ટાફ રાત્રે 8 વાગ્યાની આસપાસ ઘટનાસ્થળે પહોંચી આવી ટાવર પર ચડેલા વ્યક્તિ સાથે વાત કરી સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસ મોબાઈલ ફોન મારફતે સતત ખેડૂત સાથે સંપર્કમાં રહી હતી. અંતે છ કલાકના લાંબા સમય બાદ ખેડૂતને નીચે ઉતારવામાં સફળતા મળી હતી.

શિકારપુર ગામના માજી સરપંચ રહીમ ત્રાયા સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે ગામથી 2 કિલોમીટર દૂર અમૃતપર રોડ પાસે આવેલા રમેશ પટેલના ખેતરમાં તે ટાવર પર ચડી ગયો હતો. રમેશભાઈ પોતે પહેલા મુંબઇના ફોર્ટમાં રહેતા હતા અને ચાઈના દેશમાં પણ ઓફિસ ધરાવે છે. થોડા દિવસ પૂર્વેજ ત્યાંથી વતન આવ્યા હતા. હાલ પોલીસ દ્વારા ખેડૂતની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Gujarati banner 01