teacher black day

Board Examination: 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા શરૂ; શિક્ષક સ્ટાફ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરતાં નજરે પડ્યાં

Board Examination: આજ થી રાજ્યભર માં ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા નો શુભારંભ……… પરીક્ષાઓ શરૂ થઇ ત્યારે શિક્ષક સ્ટાફ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરતાં નજરે પડ્યાં

Board Examination: અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ પરીક્ષાર્થીઓ ને માતાજી નો પ્રસાદ ખવડાવી મીઠુ મો કરાવી શુભેચ્છા આપી

  • Board Examination: અંબાજી ખાતે બોર્ડ ની પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ ની લાંબી લાઇનો જોવા મળી
  • અંબાજીમાં આજે પ્રથમ દિવસે 3 પરીક્ષા કેન્દ્રો ઉપર 550 ઉપરાંત પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા પહોચ્યા
  • પરીક્ષાઓ શાંતી પુર્ણ માહોલ માં શરૂ થઇ હતી.જ્યાં પોલીસનો પુરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 28 માર્ચ:
Board Examination; ગત્ત વર્ષે કોરોના મહામારીનાં કારણે ધોરણ-10 અને 12 ની બોર્ડ ની પરીક્ષાઓ રદ્દ કરાઇ પરીક્ષાર્થીઓ ને માસ પ્રમોશન આપી પાસ કરી દેવાયા હતા. અને ત્યાર બાદ પણ લાંબા સમય સુધી ઓનલાઇન અભ્યાસ વિદ્યાર્થીઓ ને અપાયો હતો. ને પછી સરકારે ઓફ લાઇન અભ્યાસ ની શરૂઆત કરી હતી. તેનાં ટુંકા ગાળા માં જ આ વખત ની બોર્ડ ની પરીક્ષાઓ આવી છે.

Board Examination student welcome

આજ થી રાજ્યભર માં ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા નો શુભારંભ (Board Examination) થઇ રહ્યુ છે.ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે બોર્ડ ની પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓ ની લાંબી લાઇનો જોવા મળી હતી. જ્યાં પરીક્ષા સેન્ટર બહાર વાલી ઓ પણ ઉભેલા જોવા મળ્યાં હતા. અંબાજી નાં પરીક્ષા કેન્દ્રો ઉપર ઓફ લાઇન નાં ટુંકાસમય બાદ આજ થી પરીક્ષાઓ શરૂ થઇ રહી છે.

ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તમામ પરીક્ષાર્થીઓ ને માતાજી નો પ્રસાદ ખવડાવી મીઠુ મો કરાવી શુભેચ્છા આપી હતી ત્યારબાદ વિધ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર માં પ્રવેશ અપાયો હતો અંબાજીમાં આજે પ્રથમ દિવસે 3 પરીક્ષા કેન્દ્રો ઉપર 550 ઉપરાંત પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા પહોચ્યા હોવાનુ શૈલેન્દ્રસિંહ રાજપુત ( આચાર્ય, અં.ગ્રાં.પં. માધ્યમીક શાળા) અંબાજીએ જણાવ્યુ હતુ

Board Examination

જોકે આજે બોર્ડ ની પરીક્ષાઓ (Board Examination) શરૂ થઇ ત્યારે શિક્ષક સ્ટાફ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરતાં નજરે પડ્યાં હતા. ને શાળા માં આવેલાં શિક્ષકો કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે ની પોતાની માંગણીઓ પુરી કરવાં માંગ કરી હતી. તેમને જણાવ્યુ હતુ કે પરીક્ષાઓ શરૂ થતાં અમે ઉગ્ર વિરોધ નહીં પણ માત્ર કાળી પટ્ટી ધારણ કરી અમારી જુની માંગણીઓ ની રજુઆત કરી છે

જેમાં ખાસ કરી ને એરીયસ નાં અફતાંઓ તેમજ જુની પેન્સર યોજના લાંગુ કરવાં જયેશભાઈ પટેલ (શિક્ષક, અં.ગ્રાં.પં. માધ્યમીક શાળા) અંબાજી એ સરકાર સામે માંગ કરી છે. આજે પરીક્ષાઓ શાંતી પુર્ણ માહોલ માં શરૂ થઇ હતી.જ્યાં પોલીસનો પુરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ને પરીક્ષા કેન્દ્ર આસપાસ ઉપસ્થીત વાલીઓ ને પરીક્ષા કેન્દ્ર થી દુર કરાયા હતા. …

આ પણ વાંચો.. Mid-day meal scheme resumes in Gujarat: આવતીકાલથી રાજ્યના 7 મહાનગર અને 2 નગરપાલિકામાં ફરી શરૂ થશે મધ્યાહન ભોજન યોજના

Gujarati banner 01