Mid day meal scheme resumes in Gujarat

Mid-day meal scheme resumes in Gujarat: આવતીકાલથી રાજ્યના 7 મહાનગર અને 2 નગરપાલિકામાં ફરી શરૂ થશે મધ્યાહન ભોજન યોજના

Mid-day meal scheme resumes in Gujarat: શિક્ષણમંત્રી જીતુ વાઘાણી આવતીકાલે ગાંધીનગર પાસે આવેલા બોરીજ ગામમાં પુનઃ મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ કરાવશે

ગાંધીનગર, 28 માર્ચઃ Mid-day meal scheme resumes in Gujarat: આવતીકાલથી એટલે કે 29 માર્ચથી રાજ્યમાં મિડ મે મિલ શરૂ થશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી આવતીકાલે આ યોજનાની ફરીથી રાજ્યમાં શરુઆત કરાવશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી આવતીકાલે ગાંધીનગર પાસે આવેલા બોરીજ ગામમાં પુનઃ મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ કરાવશે. આ સાથે જ કાલે 7 મહાનગરો અને 2 નગરપાલિકાની શાળાઓમાં મધ્યાહન ભોજન મળતું થઈ જશે. જ્યારે ગુરૂવારથી સમગ્ર રાજ્યમાં મધ્યાહન ભોજન મળવાનું શરૂ થઈ જશે.

આવતીકાલે જ્યાં મધ્યાહન ભોજન આપવામાં આવશે તેમાં અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, ભુજ, વડોદરા, ગાંધીનગર, નવસારી, સુરતનો સમાવેશ થાય છે. જીતુ વાઘાણીએ કહ્યું કે મધ્યાહન ભોજન 16 માર્ચ 2020થી બંધ હતું. જોકે અત્યાર સુધી તેના બદલે વિદ્યાર્થીઓના ખાતામાં રકમ જમા થતી હતી.

આ પણ વાંચોઃ Oscars Award 2022: પ્રોગ્રામમાં વિલ સ્મિથે ક્રિસ રોકને લાફો માર્યો- વાંચો સમારોહની તમામ વિગત

અત્યાર સુધી 1300 કરોડ રૂપિયા વિદ્યાર્થીઓના ખાતામાં જમા થયા છે. તેની સાથે વિદ્યાર્થીઓ માટે 2 લાખ 60 હજાર મેટ્રિક ટન અનાજનું વિતરણ કરાયું છે. આ વર્ષે પણ મધ્યાહન ભોજન માટે બજેટમાં રૂપિયા 1400 કરોડની જોગવાઈ કરવામાં આવેલી છે.

રાજ્યમાં આવતીકાલથી મધ્યાહન ભોજનનો પ્રારંભ થશે. આ અંગે નિવેદન આપતા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે અત્યાર સુધી શાળાઓ બંધ હતી અને ઓનલાઇન શિક્ષણ ચાલતુ હતુ ત્યારે વિદ્યાર્થીઓના ખાતામાં રકમ જમા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓનું હિત હંમેશા વિચારાયુ છે. હવે ફરીથી ઓફલાઇન શિક્ષણ શરુ થતા આવતીકાલથી આ યોજના ફરીથી રાજ્યમાં શરુ થશે.

આ પણ વાંચોઃ P.V. Sindhu win swiss open title: પી.વી. સિંધુએ બુસાનને હરાવીને સ્વિસ ઓપન વિમેન્સ સિંગલ્સ ટાઈટલ જીત્યું- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.