1fdf44ee 7b10 4a3a 8df7 6f86fee8e7b4 edited

આમિર ખાન ત્રણ દિવસીય સાસણગીરની મુલાકાતે, લગ્નની ૧૫મી વર્ષગાઠ ઉજવણી અહીં કરી

1fdf44ee 7b10 4a3a 8df7 6f86fee8e7b4 edited

જૂનાગઢ,29 ડિસેમ્બરઃ સિંહોને જોવા માટે દેશમાં જાણીતું સ્થળ એટલે ગુજરાતનું સાસણ ગીર. દર વર્ષે લોકો દૂર દૂરથી સાસણગીરની મુલાકાતે આવે છે. તાજેતરમાં જ સાસણગીરની મુલાકાતે બોલિવુડ અભિનેતા આમિરખાન તેના પરિવાર સાથે આવ્યો હતો. આમીર ખાને પોતાની ૧૫ મી વર્ષગાઠ પરિવાર સાથે જંગલમાં ઉજવી હતી, સાથે અનેક ધૂમ મસ્તી સાથે અને ગીતોની રમઝટ વચ્ચે પરિવાર સાથે રજાનો માહોલ ગાળ્યો હતો, સાથે આ તકે તેની સાસણ મુલાકાત ખુબ જ જોરદાર અને અહીના જંગલ અને રોયલ એનિમલથી પ્રભાવિત બનીને તેના પર ફ્લ્મિ બનાવવા પણ વિચારી શકે છે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

18694357 d293 475f 95ea afd42c2da94e

ત્રણ દિવસ પરિવાર સાથે સાસણમાં વિતાવી ફ્લ્મિ સ્ટાર આમીરખાન એકદમ ખુશ છે, પ્રથમ દિવસે બપોરે પોરબંદર ઉતરીને સાંજે સાસણ પહોચ્યા બાદ સવાર સુધી રિસોર્ટમાં જ આરામ કર્યો હતો, બીજા દિવસે સવારે પરિવાર સાથે સિંહ દર્શન માટે જંગલમાં જઇને ૧૩ જેટલા સિંહો નિહાળ્યા હતા, અને રાતે પત્નીને ખુશ કરવા માટે જાતે ફ્લ્મિી ગીતો ગાઈને રોમેન્ટિક માહોલ માણ્યો હતો.

whatsapp banner 1

આજે ત્રીજા દિવસે તેને પરિવાર સાથે રિસોર્ટમાં જ રહીને પોતાની અને પત્ની કિરણરાવની લગ્નની ૧૫ મી લગ્નની વર્ષગાઠ ઉજવી હતી. અહીના ગાઢ જંગલ, જંગલમાં વસતા વન્ય પ્રાણીઓ, પક્ષીઓ નિહાળીને એકદમ પ્રભાવિત બન્યો હતો, સીસીએફ્ ડો.દુષ્યંત વસાવડાએ જણાવ્યું કે, આમીરખાન સાથેની વાતચીતમાં તેને અહી આવીને ખુબ જ આનંદ થયો હોવાનું જણાવ્યું હતું, સિંહો જોવાનો મોકો મળ્યાની ખુશી વ્યક્ત કરી હતી, ત્યારે ફેરેસ્ટ અધિકારીઓએ તેમને વાઈલ્ડ લાઈફ્ કન્ઝર્વેશન પર કઈક કરવા માટે વાત કરી હતી ત્યારે તેમણે આ વિષે ફ્લ્મિ બનાવવા વિચારી શકે છે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો…

ઉત્તરાયણને લઇને અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામુ, કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવાનું આપ્યું સૂચન